ફરી એક વાર સૌથી અમીર બિઝનેસમેન બનતા મુકેશ અંબાણી, જાણો ગૌતમ અદાણી કેટલા નંબરે છે?

ફોર્બ્સ ઈન્ડિયાએ જાહેર કરેલી ભારતની સૌથી અમીર વ્યક્તિઓની નવી યાદી. ફાર્બ્સે ભારતના ટૉપ 100 સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે, આ યાદીમાં ફરી એકવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટૉપ પર છે. અહીં સતત 12મું વર્ષ છે જ્યાં મુકેશ અંબાણી ફોર્બ્સ ઈન્ડિયાની સૌથી અમીર ભારતીયોની ટૉપ 100ની યાદીમાં ટૉપ પર છે.

લગભગ 28.4 કરોડ (4 મિલિયન અમેરિકન ડૉલર)ના વધારા સાથે મુકેશ અંબાણી લગભગ 3.64 લાખ કરોડ રૂપિયા (51.4 બિલિયન)ની કુલ સંપત્તિની સાથે પહેલા નંબરે બરકરાર છે. બીજી તરફ, ગૌતમ અદાણીએ 8 પૉઇન્ટની મોટી છલાંગ લગાવી છે અને આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. આ ઉપરાંત ઉદય કોટકએ પહેલીવાર ટૉપ ફાઈવમાં સ્થાન મેળવ્યું છે.

સ્ટીલ નિર્માતા કંપની આર્સેલરના માલિક લક્ષ્મી મિત્તલ ફોર્બ્સની આ યાદીમાં ઘણા નીચે આવી ગયા છે. ગયા વર્ષે આ યાદીમાં ત્રીજા નંબરે રહેનારા લક્ષ્મી મિત્તલ છઠ્ઠા નંબરં ખસકીને નવમા નંબરે આવી ગયા છે. ફોર્બ્સ ઈન્ડિયા મુજબ, સ્ટીલની માંગ અને કિંમતોમાં ઘટાડાના કારણે આવું થયું છે. તેની સાથે જ ટૉપ ટેન ફરી એકવાર અઝીમ પ્રેમજી નથી.

આ છે દેશના ટૉપ ટેન ધનવાન 

  • મુકેશ અંબાણી- 3.64 લાખ કરોડ રૂપિયા
  • ગૌતમ અદાણી- 1.11 લાખ કરોડ રૂપિયા
  • હિન્દુજા બ્રધર્સ- 1.10 લાખ કરોડ રૂપિયા
  • પી. મિસ્ત્રી- 1.06 લાખ કરોડ રૂપિયા
  • ઉદય કોટક- 1.05 લાખ કરોડ રૂપિયા
  • શિવ નાડર- 1.02 લાખ કરોડ રૂપિયા
  • રાધાકૃષ્ણન દમાની- 1.01લાખ કરોડ રૂપિયા
  • ગોદરેજ ફેમિલી- 85200 કરોડ રૂપિયા
  • લક્ષ્મી મિત્તલ- 74550 કરોડ રૂપિયા
  • કુમારમંગલ બિરલા- 68160 કરોડ રૂપિયા