છોટા રાજનની હત્યાના પ્રયાસમાં ડી-ગેંગના ગેંગસ્ટર મુન્ના ઝીંગડાને આ કારણોસર ભારતને નહીં સોંપાય

દાઉદ ગેંગના કુખ્યાત ગેંગસ્ટર મુન્ના ઝીંગડાને થાઇલેન્ડમાંથી પરત લાવવા માટેના ભારતના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. તે છોટા રાજનની હત્યાના પ્રયાસમાં છેલ્લા 16 વર્ષથી થાઇલેન્ડની જેલમાં સજા કાપી રહ્યો છે. થાઇલેન્ડની કોર્ટે વર્ષ 2018માં નીચલી કોર્ટના એવા આદેશને ફગાવી દીધો હતો જેમાં તેને ભારતીય નાગરિક તરીકે ગણાવીને તેને ભારત પ્રત્યાર્પણ કરવા માટેની મંજુરી આપવામાં આવી હતી.

ભારતીય ગુપ્તચર સંસ્થાઓના કહેવા મુજબ હાલના ગતિવિધી નિરાશ કરનાર તરીકે છે. નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ફિંગરપ્રિન્ટ, ડીએનએ સેમ્પલ, કોલેજ લિવિંગ સર્ટીફિકેટ અને મુંબઇમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરની નકલથી સાબિત થાય છે કે તે ભારતીય નાગરિક નથી. ભારતને આશા હતી કે તેના પ્રત્યાર્પણથી દાઉદ પાકિસ્તાનમાં છે તે બાબતની વધારે ખાતરી થઇ ગઇ હોત.

ગુપ્તચર સુત્રોએ કહ્યુ છે કે પાકિસ્તાન થાઇલેન્ડની વ્યવસ્થામાં રહેલા સ્થાનિક આઇએસઆઇ કોન્ટ્રાક્ટ મારફતે પોતાના પ્રભાવનો ઉયોગ કરવામાં કોઇ કમી રાખવા માટે તૈયાર નથી. તેની તરફેણમાં ચુકાદો આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

થાઇલેન્ડની કારોબારી વ્યવસ્થામાં પાકિસ્તાનનુ પ્રભુત્વ દેખાઇ આવે છે જે ચિંતાજનક છે. થાઇલેન્ડ પહોંચી ગયા બાદ તેની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાની દુતાવાસની પાસે હતી. પાકિસ્તાન સરકાર તેના પ્રભાવનો ઉપયોગ સતત કરી રહી છે. જેમાં તેને સફળતા મળી છે.