સુરતીઓ, આવતી કાલથી થઈ જાઓ તૈયાર, ટ્રાફિક નિયમ તોડ્યા તો થશે દંડ

આવતી કાલથી રાજ્ય સરકાર દ્રારા વાહન નિયમન એક્ટ ૨૦૧૯ની અમલવારી લાગુ કરી દેવામા આવશે. અગાઉ સરકારા દ્રારા લોકોને હેલ્મેટ અને પીયુસી માટે સમય આપવામા આવ્યો હતો. આવતી કાલથી રાજ્યમાં તમામ આરટીઓ કચેરી અને ટ્રાફિક પોઈન્ટ પર નવા કાયદા અંતગર્ત દંડ વસુલવામા આવશે.

બોલિવુડને એક સાથે બે ઝટકા, બબ્બે દિગ્ગજોએ દુનિયાને કહી અલવિદા

આજ રોજ બોલિવુડને એક સાથે બે ઝટકા મળ્યા છે. બોલિવુડના જાણીતા નિર્માતા અને દિર્ગદર્શક રાજુ માવાણીનું આજ રોજ અવસાન થયું છે. આ સાથે જ બોલિવુડના જાણીતા પ્રોડ્યુસર ચંપક જૈને પણ દુનિયાને અલવિદા કહી છે. બ્રેઈન હેમરેજને કારણે તેમનું મૃત્યું નિપજ્યું છે. બોલિવુડે એક જ દિવસમાં બે હસ્તી ગુમાવી તેનો રંજ અનુભવી રહ્યું છે.

એકનાથ સિંધે શિવસેનાના વિધાયક દળના નેતા તરીકે ચૂ઼ટાયા, આદિત્ય ઠાકરે હવે રાજ્યપાલ સાથે કરશે મુલાકાત

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સાથે ચર્ચા વચ્ચે આજે શિવસેનાની વિધાયક દળની બેઠક મળી. શિવસેનાની બેઠકમાં એકનાથ શિંદે વિધાયક દળના નેતા ચૂંટાયા હતા. તે પહેલા અટકળો વહેતી કરવામાં આવી હતી કે વરલીથી ચૂંટણી જીતેલા આદિત્ય ઠાકરેને આ પદ મળી શકે છે. તમને જણાવી દઇએ કે બુધવારે ભારતીય જનતા પાર્ટીની એક બેઠક મળી હતી, જેમાં દેવેન્દ્ર ફડણવીસ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા હતા.

વિધાયક દળના નેતા માટે આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદેના નામની દરખાસ્ત કરી હતી. પાર્ટીએ વિધાનસભામાં સુનિલ પ્રભુને ચીફ વ્હીપ તરીકે પણ પસંદ કર્યા છે.વિધાયક દળની બેઠક બાદ શિવસેનાના ધારાસભ્ય રાજ્યપાલને મળવા જશે. પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ દુષ્કાળના મુદ્દે રાજ્યપાલને મળશે. રાજ્યપાલને મળવા માટેના નેતાઓમાં આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે, દિવાકર રાઉતે, સુભાષ દેસાઇ અને અન્ય નવા ધારાસભ્યો છે.

વધુમાં તમને જણાવી દઇએ કે, મીટિંગની વચ્ચે શિવસેના વતી મુખ્યમંત્રી પદ કડક રહે છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે અમે અમારી માંગણીથી પીછેહઠ કરી નથી, પરંતુ અમારા મિત્ર (ભાજપ) તેના વચનથી પીછેહઠ કરી છે. આજે થનારી વિધાનસભા પક્ષની બેઠકમાં શિવસેના ભાજપ સાથે મુખ્યમંત્રી પદ ખેંચવાનો નિર્ણય લઈ શકે છે. પાર્ટી સતત 50-50 ફોર્મ્યુલા માટે ભાજપ ઉપર દબાણ લાવી રહી હતી.

રાજ્યમાં ખેડૂતોને થયેલા ભારે પાક નુકસાનને લઈને સરકારે લીધો આ મહત્વનો નિર્ણય


રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા ભારે નુકસાનને લઈ કૃષિપ્રધાન આર.સી. ફળદુએ એક મહત્વનું નિવેદન આપ્યું છે જેમાં જેમણે જણાવ્યું હતું કે, વરસાદના કારણે ખેડુતોને જેટલું પણ નુક્સાન થયુ હશે અને કયાં કંયા નુકસાન થયું છે તે તમામ જગ્યાએ સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓને પણ આ અંગે સૂચના આપવામાં આવી છે અને તાત્કાલિક સર્વેની કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે.

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન થયું હતું જેથી તમામ ખેડૂતોને રોવાનો વારો આવી ગયો હતો આ જોતા સરકારે તમામ ખેડૂતો જેમનું કમોસમી વરસાદના કારણે નુકસાન થયું તે લોકો માટે એક મહત્વના સમાચાર આપ્યા છે અને તમામને રાહત આપવામાં આવશે. આ અંગે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતોને રાહત કેવી રીતે મળશે તેની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પાક નુકસાન થયેલા ખેડુતો 72 કલાકમાં નોંધણી કરાવી પડશે. આ અંગે વીમા કંપનીના ટ્રોલ ફ્રી નંબર પણ જાહેર કર્યા હતા અને કેટલા દિવસમાં કેવી રીતે નોંધણી કરવામાં આવશે તે અંગે %

નર્મદામાં નહાવા ગયેલા સુરતના બે યુવાનો ડૂબ્યા, ૩ નો આબાદ બચાવ

સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 5 યુવાનો નારેશ્વર ખાતે નર્મદા નદીમાં ડૂબ્યા હતાં. જેમાંથી 2 યુવાનના મૃતદેહ મળ્યા હતા. જ્યારે 3 યુવાનનો બચાવ થયો હતો.

3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા
સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 8 યુવાનો કરજણ નજીક આવેલા નારેશ્વર ખાતે બપોરે 12 વાગ્યાની આસપાસ નર્મદા નદીમાં નહાવા માટે પડ્યા હતા. આ સમયે અચાનક જ 5 યુવાનો ડૂબવા લાગ્યા હતા. જે પૈકી 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ બે યુવાન ડૂબી ગયા હતા. ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહ નર્મદા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.કરજણ પોલીસ સ્થળ પર દોડી ગઇ. ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતક યુવાનના નામ

નવઘણ બાબરભાઇ રબારી(17) રહે, પટેલપાર્ક સોસાયટી, તરસાલી કોસંબા

પિન્ટુભાઇ ગોપાલભાઇ ટાંક (31) રહે, પટેલપાર્ક સોસાયટી, તરસાલી કોસંબા

ગુજરાત પર ફરી આફત, ‘ક્યાર’ બાદ ‘મહાવાવાઝોડું’ થયુ સક્રિય,ખેડૂતોને દરિયો ન ખેડવા સૂચના

‘ક્યાર’ વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં ફરી એક વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાને ઓમાને ‘મહા’ વાવાઝોડું નામ આપ્યું છે. ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 6 કલાકે 15 કિલોમીટર નું અંતર કાપી રહ્યું છે. આગામી 6 કલાકમાં સીવીયર સાયક્લોન બની જશે. 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

સરદારની જયંતી પર અલગ થયા લદ્દાખ અને કાશ્મીર, બની ગયા કેન્દ્રશાશિત પ્રદેશ, જાણો શું બદલાયું

જમ્મુ કાશ્મીર રાજ્યનો દરજ્જો બુધવાર મધ્યરાત્રિએ પૂર્ણ થઇ ગયો અને આ સાથે જ બે નવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અસ્તિત્વમાં આવી ગયા. કલમ 370 હેઠળ મળેલા વિશેષ દરજ્જાને સંસદ દ્વારા સમાપ્ત કર્યાના 86 દિવસ બાદ આ નિર્ણય પ્રભાવી થયો છે. ગૃહમંત્રાલયે બુધવારે આ મામલે અધિસૂચના જાહેર કરી હતી. મોડી રાત્રે જાહેર અધિસૂચનામાં મંત્રાલયના જમ્મુ કાશ્મીર વિભાગે પ્રદેશમાં કેન્દ્રીય કાયદાને લાગુ કરવા સહિત કેટલાક પગલાની જાહેરાત કરી હતી. 72 વર્ષથી અત્યાર સુધી એક જ રાજ્યનો ભાગ રહેલા બન્ને વિસ્તાર હવે અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ રાત્રે 12 વાગ્યા બાદથી યૂનિયન ટેરિટરી બની ગયા. દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના પ્રસંગે સરકારે આ બદલાવ માટે પસંદ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે 5 ઓગસ્ટે સરકારે સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35A હટાવવાનો નિર્ણય કર્યો હતો. બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના સાથે જ દેશમાં હવે રાજ્યની સંખ્યા 28 થઇ ગઇ છે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ 9 થઇ ગયા છે.

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં જીસી મુર્મૂ અને લદ્દાખમાં આરકે માથુરને ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે માથુરે શપથ લીધા હતા. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીર એવા સમયે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યુ છે જ્યારે બહારના લોકો પર આતંકી હુમલાની ઘટનામાં વધારો થયો છે.

સરદારની જયંતી પર અલગ થયા લદ્દાખ અને કાશ્મીર

આ નિર્ણયને લાગુ કરવા માટે સરકારે 31 ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીને પસંદ કરી હતી. આ દિવસને સરકાર રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવી રહી છે. સરદાર પટેલે દેશની આઝાદી બાદ 560 રિયાસતોના ભારતીય સંઘમાં વિલયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ધ બર્નિંગ ટ્રેન : પાકિસ્તાનમાં કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં બ્લાસ્ટ, 65 ના મોત, 30 ગંભીર

પાકિસ્તાનમાં કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં બ્લાસ્ટ થયો. જેમાં 65 લોકોનાં મોત થયાં છે. આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતના દક્ષિણમાં રહીમ યાર ખાન પાસે બની. રેલવે અધિકારીઓ મુજબ જમવા માટે ઉપયોગમાં લેવાયેલા ગૈસ કન્ટેનરમાં બ્લાસ્ટ થતાં આ ઘટના બની. બ્લાસ્ટ બાદ ત્રણ ડબ્બા આગમાં લપેટાઈ ગયા હતા. બ્લાસ્ટ બાદ ત્રણ કોચમાં આગ લાગી છે. આ ઘટનામાં 65 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારતની બર્નિગ ટ્રેન ફિલ્મની જેમ રિયલ ફિલ્મ જેવી ગોઝારી ઘટના આજે પાકિસ્તાનમાં કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેન સાથે ઘટી હતી. 30 લોકોની સ્થિતિ ગંભીર હોવાથી હોસ્પિટલમાં ખસેડાયા છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે 3 બોગીમાં એક પણ મુસાફરને જીવ બચાવવાની પણ તક મળી ન હતી. ઘટના બાદ પાકિસ્તાની વહીવટીતંત્રે શક્ય તમામ ઇજાગ્રસ્તોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે.

આધારકાર્ડમાં સુધારા અંગે સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો

યૂનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટિ ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડમાં નામ, જેન્ડર અને જન્મ તારીખમાં ફેરફાર કરવા પર મર્યાદા બાંધી દીધી છે. હવે કોઈ પણ આધાર કાર્ડ હોલ્ડર માત્ર બે વખત જ નામ બદલાવી શકશે. જેન્ડર અને ડેટ ઓફ બર્થમાં એક જ વખત ફેરફાર કરાવી શકાશે. UIDAIના જણાવ્યા મુજબ, આખા જીવનકાળ દરમિયાન માત્ર બે વાર નામ બદલવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે જેન્ડરમાં માત્ર એક જ વખત ફેરફાર કરવામાં આવશે. જન્મ તારીખમાં ફેરફાર કરવા માટે દસ્તાવેજી પુરાવા સાચા હોવા જરૂરી છે.

જૂની શરતોમાં કોઈ ફેરફાર નથી

UIDAIના જણાવ્યા મુજબ, બીજા તમામ અપડેટની અગાઉની શરતો યથાવત રહેશે. તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. આ આદેશ UIDAIના સીઈઓની મંજૂરી બાદ જાહેર કરવામાં આવ્યો છે.

આ રીતે અપડેટ કરવું એડ્રેસ
જો તમે શહેર બદલી રહ્યા હો અથવા ઘર બદલી રહ્યા હો તો તમારા માટે આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે. તેના માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવાનું રહેશે.

કેટલો ચાર્જ લાગશે
આધાર કેન્દ્ર પર જ્યારે તમે આધાર અપડેટ કરાવવા જાઓ છો તો ધ્યાન રાખવાનું રહેશે કે, તમારે ડેમોગ્રાફિક ફેરફાર માટે 50 રૂપિ ા+GST ચાર્જ તરીકે આપવાના રહેશે. તે ઉપરાંત તમારે બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું હોય તો 50+GST ચાર્જ ચૂકવવો પડશે.

e-KYC
આધાર સર્ચ માટે (ઈ-કેવાયસી, કલર પ્રિંટ આઉટ વગેરે) 30રૂપિયા+GST ચાર્જ તરીકે ચૂકવવા પડશે. નવું આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. તે ઉપરાંત જે બાયોમેટ્રિક્સની જરૂર પડશે તે પણ મફતમાં અપડેટ થશે.

કોંગ્રેસની નવી ચાલ, મોદી સરકારને ઘેરવા માટે કર્યું 35 પ્રેસ કોન્ફરન્સનું આયોજન

કોંગ્રેસે 1 નવેમ્બરથી લઈને 8 નવેમ્બર સુધી 35 પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકારને ઘેરવા માટે ખાસ યોજના બનાવી છે. આ પત્રકાર પરિષદ દરેક રાજ્યની રાજધાની અને મોટા શહેરોમાં યોજાશે. આ અંગે પાર્ટી સુત્રોએ જણાવ્યું કે, આ પત્રકાર પરિષદમાં આર્થિક મંદી, ખેડૂતોની સ્થિતિ અને યુવાઓના રોજગાર જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

આ પત્રકાર પરિષદ યોજાવાના સ્થળોની યાદીમાં નાગપુર અને ઈન્દોર પણ સામેલ છે. કોણ-ક્યાં પત્રકાર પરિષદ સંબોધશે? તે માટે વિસ્તૃત કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આર્થિક મંદી, બેરોજગારી, સરકારી કંપનીઓના ખાનગીકરણ અને ખેડૂતોની સમસ્યાઓને લઈને 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી દેશવ્યાપી પ્રદર્શનનું આયોજન કરી રહી છે.

આ આયોજનોની તૈયારીને અંતિમ ઓપ આપવા માટે પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીએ 2 નવેમ્બરે બેઠક પણ બોલાવી છે.