પ્લાસ્ટીક પર પ્રતિબંધ, તો શરૂ કરો આ બિઝનેસ, થશે તગડી કમાણી

સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિરુદ્વ સમગ્ર દુનિયામાં અભિયાન ચાલી રહ્યું છે. પર્યાવરણ માટે ખતરો બનેલા પ્લાસ્ટીકથી હવે વિશ્વ છૂટકારો ઈચ્છે છે. ભારતમાં બીજી ઓક્ટોબરથી સિંગલ યૂઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટીકથી બનેલા બેગ, કપ, અને સ્ટ્રો પર મોદી સરકાર સંપૂર્ણ પ્રતિબંધ માટે તૈયાર થઈ ગઈ છે.

બીજી ઓક્ટોબરથી સરકાર પ્લાસ્ટીકથી બનેલી 6 પ્રોડક્ટસ વિરુદ્વ અભિયાન શરૂ કરી રહી છે. જોકે, સરકારના આ પગલાથી લોકોને કમાણીના નવા દરવાજા પર ખૂલવાના છે. કાપડની બેગના બિઝનેસ માટે આ સારામાં સારી તક છે. કાપડ ઉપરાંત નાના પાઉચ રૂપે કાગળનો બિઝનેસ પણ શરૂ કરી શકાય છે. કાગળની થેલી અને નાની-નાની વસ્તુ માટે કાગળનો ઉપયોગ કરી શકાય છે. કાપડ અને કાગળના બિઝનેસમાં સારામાં સારી તક રહેલી છે.

કોઈ પણ વ્યક્તિ ઓછું રોકાણ કરી આ બિઝનેસ શરૂ કરી શકે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે કોઈ સ્કીલની પણ જરૂર નથી. આ સાથે જ બિઝનેસ કરવા માટે યોગ્ય લોકેશન અંગે પણ તકેદારી રાખવાની રહે છે. જેટલું વધુ રોકાણ તેટલી વધુ કમાણી કરી શકાય છે. આમાં ટેલરીંગ કામ કરતા લોકોને વધુ રોજગારી મળવાની છે. સિલાઈ મશીન હોવું જરૂરી છે.

કાપડની થેલીની માંગ વધવાની છે, એ નક્કી છે. ઘરમાં સિલાઈ મશીન હોય તો આરામથી આ કામ કરી શકાય છે. કાપડની બેગની ડિમાન્ડ વધી જવાની છે. કાપડની થેલનો ધંધો શરૂ કરવાનો આ સારામાં સારો સમય છે.

કાપડની બેગ બનાવવા માટે ઓટોમેટીક નોન વુવન બેગ મેકીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, આ મશીન મોંધું હોય છે. જેથી કરીને સિલાઈ મશીન, કેંચી વગેરથી કામ કરી શકાય છે.