21 વર્ષના યુવાન વિરુદ્વ ફાટ્યા 189 મેમો, જાણો આખો મામલો

હરિયાણાના ચંદીગઢમાં 21 વર્ષના સંજૂને એ સમયે તગડો ઝાટકો લાગ્યો, જ્યારે તેને ખબર પડી કે તેની વિરૂદ્ધ 189 કેસમાં ટ્રાફિક મેમોની ચૂકવણી બાકી છે. આ મેમા તેને 2017થી 2019ની વચ્ચે રજૂ કરાયા હતા. તેમાંથી છેલ્લો મેમો તેને આ વર્ષે 26મી જુલાઇના રોજ ખોટો યુ-ટર્ન લેવા પર અપાયો હતો.

સંજુ ચંદીગઢના સેકટર 39નો રહેવાસી છે અને એક ઇન્શયોરન્સ કંપનીમાં કામ કરે છે. સંજૂને ૨૬મી જુલાઇના ટ્રાફિક પોલીસકર્મીઓએ સેકટર 33-34ની નજીક ખોટી રીતે યુ-ટર્ન લેતા પકડી લીધો હતો, ત્યારબાદ તેને 300 રૂપિયાનો દંડ ફટકારાયો હતો.

જ્યારે તેનો મેમો ચંદીગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચ્યો તો રેકોર્ડમાં ખબર પડી કે આ શખ્સના બાઇક પર કુલ ૧૮૯ મેમોના પૈસા ચૂકવવાના બાકી છે. આ તમામ મેમો વાયલેશન ઇન્ફોર્મેશન સ્લિપ (ટીવીઆઈએસ) સિસ્ટમ દ્વારા તેમને 2017-2019ના વર્ષની વચ્ચે રજૂ કરાયા હતા. સંજૂનું કહેવું છે કે તેમને આ મેમા અંગે કોઇ માહિતી નહોતી.

સ્તબ્ધ કરનારી વાત એ છે કે તેમને મોટાભાગના મેમા ૨૦૧૭ની સાલમાં રજૂ કરાયા, જ્યારે તેમણે બાઇક અંદાજે દોઢ વર્ષ પહેલાં ખરીદ્યું હતું. ટીવીઆઈએસ મેમો મુખ્યત્વે સીસીટીવી દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરતાં પકડાવા પર અપાય છે. આ મેમો વાહન માલિકના રજીસ્ટર્ડ સરનામા પર પોસ્ટ દ્વારા પહોંચે છે.