રણવીર-આલિયાની ગલી બોયને મળી ઓસ્કારમાં ઓફિશિયલ એન્ટ્રી

ઝોયા અખ્તર દિગ્દર્શિત અને રણવીરસીંગ-આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મને 92મા ઓસ્કાર એવોર્ડમાં એન્ટ્રી મળી છે અને આ ફિલ્મનું નામ છે ગલી બોય. બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં ગલી બોયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કલ્કી કોચલીન, વિજય રાઝ, સિદ્વાર્થ ચતુવર્વેદી અને અમૃતા સુભાષે ભૂમિકા કરી છે.

આ ફિલ્મ ધારાવી જેવા સ્લમ એરિયામાં રહેતા ગરીબ યુવકની સ્ટોરી છે. ગલી બોયને ઝોયા અખ્તર અને રીમા કાગતીએ લખી છે અને ઝોયાએ ડાયરેક્ટ પણ કરી છે. ફિલ્મ હીટ રહી હતી. 14મી ફેબ્રુઆરીએ ફિલ્મ રીલીઝ થઈ હતી.

રિપોર્ટ પ્રમાણે આ કેટેગરીમાં ભારત તરફથી 28 એન્ટ્રી મળી હતી. જે ફિલ્મોએ ઓસ્કારમાં એન્ટ્રી મેળવવા માટે અપ્લાય કર્યું હતું તેમાં અંધાધૂંધ, આર્ટીકલ-15, બધાઈ હો બધાઈ, બુલબુલ કેન સીંગ, સુપર ડિલક્સ, ઉરી, ઉયારે અને વડા ચેન્નાઈનો સમાવેશ થાય છે.

અભિનેત્રી અને ફિલ્મ મેકર અપર્ણા સેન કમિટીના ચેરપર્સન છે. ઝોયાના ભાઈ ફરહાન અખ્તરે બહેનને અભિનંદન આપ્યા છે. ગયા વર્ષે રણવીર કપૂરની રોક સ્ટારને ઓસ્કાર માટે મોકલવામા આવી હતી. જોકે, ઓસ્કારમાં અત્યાર સુધી કોઈ ભારતીય ફિલ્મને એવોર્ડ આપવામાં આવ્યો નથી.