કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોએ જાતે ખરાબ રસ્તા પર બ્લોક બેસાડી રીપેર કર્યો

શહેરમાં વરસાદને લઇને ઠેર ઠેર રસ્તાઓમાં મોટા ખાડા પડી ગયા છે તો ક્યાંક રસ્તાઓ ધોવાય ગયા છે. ખરાબરસ્તાને લઇને આજે શહેર કોંગ્રેસ દ્વારા સોરઠીયા વાડી સર્કલ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાકાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જાતે ખાડામાં પેવરબ્લોક બેસાડી રસ્તો રીપેર કર્યો હતો. તેમજ ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.