મ્યુનિ. હેલ્થ વિભાગે 49 એકમોને નોટિસ આપી, મચ્છરોના બ્રીડિંગ મળતાં સુરતની 7 સાઇટ સીલ કરાઈ

મ્યુનિ. હેલ્થ વિભાગે મચ્છરોનું બ્રીડિંગ મળી કુબેરનગરની સ્કૂલની એડમિન ઓિફસ સહિત 7 કન્સ્ટ્રક્શન સાઇટ સીલ કરી દીધી હતી. આ ઉપરાંત તેમજ 49 જેટલા એકમને નોટિસ પાઠવી હતી.

કુબેરનગરની સ્કૂલની એડમિન ઓફિસ પણ સીલ કરાઈ, કુલ 1.40 લાખ દંડ વસૂલાયો

મ્યુનિ. દ્વારા મચ્છરોનો ત્રાસ વધતાં મ્યુનિ. દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી હેઠળ કેટલીક સાઇટોમાં તપાસ કરાઇ છે. જેમાં 149 જેટલી સાઇટની તપાસ કરવામાં આવી હતી. જેમાં 49 જેટલા એકમને નોટિસ પાઠવવામાં આવી હતી. જે એકમો પાસેથી રૂ. 1,40,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધારે 77,000નો દંડ માત્ર પશ્ચિમ ઝોનમાંથી વસૂલવામાં આવ્યો હતો. તેમજ મધ્ય ઝોનમાં કોઇ પણ એકમ પાસે દંડ વસૂલાયો ન હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં મચ્છર જન્ય રોગચાળો વકરતાં મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા દૈનિક ધોરણે મચ્છરોના બ્રિડિંગની તપાસ કરવામાં આવે છે.

આ એકમો સીલ

  • મનોરમા પાર્ટી પ્લોટ, નારણપુરા, પશ્ચિમ ઝોન
  • સુમેલ બિઝનેસ પાર્ક-2, ખાડિયા, મધ્ય ઝોન
  • સેન્ટ્રલ સ્ક્વેર કન્સ્ટ્રશન સાઇટ, ચાંદખેડા, પશ્ચિમ ઝોન
  • માંગળજી સ્ક્રેપ કોર્પોરેશન, નરોડા, ઉત્તર ઝોન
  • અંજલિ ખાલસા ઇગ્લિશ સ્કૂલ, કુબેરનગર, ઉત્તર ઝોન
  • હેતદીવ કન્સ્ટ્રક્શન સાઇટ, બોડકદેવ, ઉ.પશ્ચિમ ઝોન
  • ટાટા પ્રોગ્રેસિવ સર્વિસ સેન્ટર, સરખેજ, દ.પશ્ચિમ ઝોન