નોટીસ બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતા, ફાયર સેફ્ટી વિભાગે સુરતની 980 દુકાનો સીલ કરી

ફાયર વિભાગ દ્વારા ફરી એક વાર લાલ આંખ કરવમાં આવી છે ફાયર સેફટી ને લઈને સુરત ના રીગરોડ પર આવેલ કાપડ ની બે માર્કેટ ની 980 જેટલી દુકાનો આજે સિલ મારતા કાપડ બજારમાં વેપારી દોડતા થઈ ગયા છે.

નોટીસ બાદ પણ ફાયર સેફ્ટી ઉભી કરાઈ નહોતી

  • રીંગરોડ પર આવેલ કપડાં બજારમાં આજે હંગામો મચી ગયોહતો.સવારના સમયે રીંગરોડની તિરૂપતિ ટેક્સટાઇલ માર્કેટ અને ગોપીનાથ માર્કેટની 980 કરતા વધુ દુકાનો ફાયર વિભાગે સીલ મારી હતી. આ બન્નેમાર્કેટમાં ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા અનેક વાર ફાયર સેફટી ઉભી કરવા માટે નોટિસ ફાટકારવામાં આવી હતી પણ માર્કેટ મેનેજમેન્ટ આ વાતને ગંભીરતાથી લેતા ન હતા અને તંત્રને નોટિસનો જવાબ પણ નહીં આપતા હતા જેને પગલે આજે ફાયરે સિલિંગ કરતા માર્કેટ વિસ્તાર જે માર્કેટને અગાવ નોટિસ આપવામાં આવી છે તેના સંચાલકો દોડતા થઈ ગયાહતાં 980 દુકાનો બંધ રહેતા વેપારી સાથે આ માર્કેટમાં કામ કરતા 8 હજાર કર્મચારી રસ્તા પર આવી ગયા હતાં. કર્મચારી કહેવું હતું કે, આ ઉધોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે થોડી તેજીની આશા દેખાઈ હતી તે વચ્ચે આ રીતે ફાયર દ્વારા સિલિંગ કરતા તેમની હાલત કફોડી બની હતી.