સ્મિથે સુનીલ ગાવસ્કરના આ મોટા રેકોર્ડની કરી બરાબરી

વર્લ્ડના નંબર વન બેટ્સમેન ઓસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથે એક ટેસ્ટ સીરીઝ સર્વાધિક રન બનાવવાનો પોતાનો રેકોર્ડ તોડતા ભારતના મહાન ઓપનર બેટ્સમેન સુનીલ ગાવસ્કરના ૪૮ વર્ષ જુના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. સ્ટીવન સ્મિથે ઇંગ્લેન્ડ સામે ૫ ટેસ્ટ મેચની એશીઝ સીરીઝમાં કુલ ૭૭૪ રન બનાવ્યા અને ૨૦૧૪-૧૫ માં ભારત સામે બોડર-ગાવસ્કર ટ્રોફીમાં ૭૬૯ રન બનાવવાનો પોતાનો રેકોર્ડ તોડી દીધો છે. સ્ટીવન સ્મિથે આ સીરીઝમાં ૭૭૪ રન બનાવી સુનીલ ગાવસ્કરની બરાબરી કરી લીધી જેમને ૧૯૭૧ માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૭૭૪ રન બનાવ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે, સ્ટીવન સ્મિથ અને સુનીલ ગાવસ્કરે ૪-૪ ટેસ્ટમાં ૭૭૪ રન બનાવ્યા હતા. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલીયન કેપ્ટન સ્ટીવન સ્મિથે આ સીરીઝમાં શાનદાર ફોર્મ દેખાડ્યું અને તે માત્ર અંતિમ ટેસ્ટની બીજી ઇનિંગમાં ૨૩ રન બનાવી આઉટ થઈ ગયા જ્યારે આ અગાઉ તેમને ૧૪૪, ૧૪૨, ૯૨, ૨૧૧, ૮૨ અને ૮૦ રન બનાવ્યા હતા. તે ૭૦૦૦ ટેસ્ટ રન પુરા કરવાથી ૨૭ રન દુર રહી ગઈ હતી. તેમના હવે ૬૮ ટેસ્ટમાં ૬૯૭૩ રન થઈ ગયા છે.

એક ટેસ્ટ સીરીઝમાં સર્વાધિક રન બનાવવાની બાબતમાં સ્ટીવન સ્મિથ હવે સંયુકતપણે ૧૨ માં નંબર પર પહોંચી ગયા છે. એશી સીરીઝમાં સર્વાધિક રન બનાવવાની બાબતમાં સ્ટીવન સ્મિથ પાંચમાં નંબર પર પહોંચી ગયા છે. ડોન બ્રેડમેને ૧૯૩૦ માં ૯૭૪ રન, વાલી હેમન્ડે ૧૯૨૮-૨૯ માં ૯૦૫ રન, માર્ક ટેલરે ૧૯૮૯ માં ૮૩૯ અને ૧૯૩૬-૩૭ માં ૮૧૦ રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાલી રહેલા એશીઝ સીરીઝની ફાઈનલ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ૧૩૫ રનથી હરાવી ફાઈનલ ટેસ્ટ મેચ પોતાના નામે કરી લીધી હતી. જેના કારણે બને ટીમો વચ્ચે રમાયેલી સીરીઝ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાનું વર્ષ ૨૦૦૧ બાદ સીરીઝ પોતાના નામે કરવાનું સપનું તૂટી ગયું જ્યારે સીરીઝમાં સૌથી વધુ રન બનાવનાર સ્ટીવન સ્મિથ આઉટ થઈ ગયા. ત્યાર બાદ મેથ્યુ વેડે પણ સદી ફટકારી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ બંને શાનદાર ઇનિંગ સિવાય બીજા કોઈ પણ બેટ્સમેન સારી ઇનિંગ રમી શક્યા નહોતા. સીરીઝ ડ્રો થવાથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન માટે ૫૬-૫૬ પોઈન્ટ મળ્યા હતા.