હિન્દ મહાસાગરમાં ચીની યુદ્ધ સબમરીન દેખાઈ, તેની દરેક હરકત પર ઈન્ડિન નેવીની નજર

હિન્દ મહાસાગરમાં ચીનની વધતી દખલગીરી દરમિયાન ઈન્ડિયન નેવીએ ભારતીય જળસીમા નજીક ચીન યુદ્ધ સબમરીન જોવા મળી છે. ઈન્ડિયન નેવીએ સર્વિલાન્સ એરક્રાફ્ટે પેટ્રોલિંગ દરમિયાન ચીની યુદ્ધ સબમરીનની તસવીરો લીધી છે. નોંધનીય છે કે, ભારતીય જળસીમા પાસેથી પસાર થતી દરેક ઓફિશિયલ અને યુદ્ધ સબમરીન પર ભારતીય નેવી નજર રાખે છે.

નેવીના P-8I ખાનગી વિમાને દક્ષિણ હિન્દ મહાસાગરના વિસ્તારમાં ચીનના યુદ્ધ સબમરીન શિયાન-32ને સફળતાપૂર્વક ટ્રેક કર્યું છે. ભારતના સર્વિલાન્સ પ્લેને ચીની યુદ્ધ સબમરીનની ઉપરથી તસવીર લીધી છે. તેમાં તેનું લેન્ડિંગ પ્લેટફોર્મ ડૉક દેખાય છે. વિસ્તારમાં ચીનનું જંગી સબમરીન હોવાથી પણ ભારતીય નેવી પણ એલર્ટ છે.

નેવીએ જણાવ્યું છે કે આ તસવીર સપ્ટેમ્બરના પહેલાં 15 દિવસની છે. ચીનનું આ યુદ્ધ સબમરીન થોડા સમય પછી જ શ્રીલંકાના જળવિસ્તારમાં પ્રવેશી ગયું હતું. ભારતના નેવી વિમાને ચીનના યુદ્ધ સબમીરન પર સતત નજર રાખી અને તેની દરેક મૂવમેન્ટની માહિતી આપી હતી.

આ ઉપરાંત ભારતીય પેટ્રોલિંગ વિમાન P-8Iએ ચીનના વધુ એક યુદ્ધ સબમરીનને ટ્રેક કરી જે અદનની ખાડીમાં એન્ટી પાઈરેસી મિશનમાં સામેલ હતી. ચીનનું આ જંગી જહાજ સોમાલી દરિયાઈ લુંટારાઓથી પોતાના દેશના વેપારીઓના હિતોની સુરક્ષા કરવા માટે તહેનાત કરવામાં આવ્યું છે. તેની તસવીર થોડા દૂરથી ત્યારે લેવામાં આવી હતી જ્યારે તે હિંદ મહાસાગરમાંથી પસાર થઈ રહ્યું હતું.