સુરત : સ્કૂલ રિક્ષાએ પલ્ટી મારતા બે વિદ્યાર્થી સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત

સુરતના ભેસ્તાન વિસ્તારમાં વહેલી સવારે સ્કૂલ રિક્ષાએ પલ્ટી મારતા રિક્ષામાં સવાર બે વિધાર્થી સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા. રિક્ષા ચાલકે મોટર સાયકલ સવાર ફાયરના બે જવાનોને પણ અડફેટે લીધા. જેથી તેમને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. અકસ્માતની ઘટના ભેસ્તાનના સિદ્ધાર્થનગર નહેર પાસે બની હતી. રીક્ષાનો ચાલક દારૂના નશામાં હતો. જેથી પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી છે. અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.