સોશિયલ મીડિયામાં વાયરલ ઐશ્વર્યા રાયના શ્રીમંતની તસવીરો

બોલિવૂડ સેલિબ્રિટીઝ ઘણીવાર તેમની ખાસ પળોની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે અને આ તસવીરો ફટાફટ વાયરલ બની જાય છે. તાજેતરમાં જ ઐશ્વર્યા રાય બચ્ચનની થ્રોબેક તસવીરો જબરજસ્ત વાયરલ બની છે, આ તસવીરો એશ્વર્યાના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે. આ તસવીરો છે ઐશ્વર્યાના શ્રીમંતની.

આ તસવીરોમાં ઐશ્વર્યાએ લીલા અને સોનેરી રંગની સાડી પહેરી છે. સોનાનાં ઘરેણા અને વાળમાં ગજરો ખૂબજ સુંદર લાગી રહ્યો છે

એશની સાથે પતિ અભિશેક અને માતા વૃંદા રાય પણ છે. માતાના હાથમાં આરતીની થાળી દેખાય છે.

ઉલ્લેખનિય છે કે, નવેમ્બર, 2011ના રોજ એશ-અભિને ત્યાં દીકરી આરાધ્યાનું આગમન થયું.

બંનેનાં લગ્ન વર્ષ 2007માં થયાં હતાં.