અહીં મહિલાઓએ નહીં પણ પુરુષોએ ઢાંકવો પડે છે પોતાનો ચહેરો, મહિલાઓ ફરી શકે છે ખુલ્લેઆમ

સમાજમાં અલગ અલગ પ્રકારના રિવાજ અને નિયમો હોય છે. સામાન્ય રીતે તો કેટલાક રિવાજો માત્ર મહિલાઓ માટે હોય છે. આપણા સમાજમાં અનેક સ્થાન એવા છે જ્યાં મહિલાઓ મુક્તમને ફરી શકતી નથી. પરંતુ આજે તમને એવી જનજાતિ વિશે જાણકારી મળશે જ્યાં મહિલાઓ નહીં પરંતુ પુરુષો માટે કેટલાક નિયમો બનાવાયા છે. અહીં મહિલાઓ નહીં પરંતુ પુરુષો ઘુંઘટ કાઢી કે અન્ય રીતે પોતાનું મોં ઢાંકે છે. આ વાત જાણીને આશ્ચર્ય તો થશે પરંતુ આ સત્ય છે.

આ જનજાતિ વસે છે નાઈજીરિયાના તુઆરેકમાં. આ જનજાતિની મહિલાઓને પુરુષોથી ઉપર માનવામાં આવે છે. અહીં મહિલાઓને તમામ અધિકાર મળે છે. જો કે અહીં પુરુષો પણ સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ વાત એટલી છે કે સમાજમાં પુરુષોનું નહીં પરંતુ મહિલાઓનું ચાલે છે. અહીં મહિલાઓ ઘુંઘટ પહેરતી નથી અહીં પુરુષો પોતાનું મોં ઢાંકી ફરે છે.

આશ્ચર્યની વાત એ છે કે અહીં મહિલાઓ દરેક કામ કરે છે જે પુરુષો સામાન્ય રીતે કરતા હોય. અહીં મહિલાઓ કોઈપણ પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવા માટે મુક્ત છે. તેઓ પુરુષની ઈચ્છા ન હોય તો પણ તેની સાથે સંબંધ બનાવી શકે છે.