મન કી બાત: બીજી ઓગષ્ટથી પ્લાસ્ટીક સામે જન આંદોલન કરવા આહવાન

PM મોદીએ કહ્યુ કે, ગાંધીજીએ ખેડૂતોની સેવા કરી, જેમની સાથે ચમ્પારણમાં ભેદભાવ થતો હતો. ગાંધીજીએ ગરીબ, નબળા લોકોની સેવાને પોતાના જીવનનું પરમ કર્તત્વ માન્યુ. PM મોદીએ કહ્યુ કે, ”ગાંધીજીના સેવા શબ્દોમાં નહી પરંતુ કરીને બતાવી છે. સત્યની સાથે ગાંધીજીનો અતૂટ સંબંધ રહ્યો, સેવાની સાથે  તેમનો અનન્ય અકિલા અતૂટ સંબંધ છે. મહાત્મા ગાંધી અગણિત ભારતીયોના અવાજ બન્યા, પરંતુ માનવ મૂલ્ય અને માનવ ગરિમા માટે એક રીતે દુનિયાની અવાજ બની ગયા.

PM મોદીએ દેશવાસિયોને એકવાર જ વાપરી શકાય એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે. મન કી બાતમાં તેમણે એકવાર વપરાતા પ્લાસ્ટિક સામે બીજી ઓક્ટોબરે એક નવા જન-આંદોલન શરૂ કરવાની વાત કરી. આ વર્ષે દેશ રાષ્ટ્રપિતા ગાંધીજીની 150મી જન્મજયંતી મનાવી રહ્યો છે. ત્યારે એકવાર ઉપયોગમાં આવનારા પ્લાસ્ટિક સામે નવા જન આંદોલનની શરૂઆત કરવામાં આવશે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પર્યાવરણને બચાવવા માટે પ્લાસ્ટિક કચરાના યોગ્ય સંગ્રહ અને નિકાલની જરૂર છે. આ પહેલા 15 ઓગસ્ટે પણ PM મોદીએ ફરી એક વાર ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દેશવાસીઓને અપીલ કરી હતી. મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું કે, આજે પૂરતી જાગૃતિ ન હોવાથી કુપોષણથી ગરીબ અને સંપન્ન આમ બન્ને લોકો પીડિત છે. દેશભરમાં સપ્ટેમ્બર મહિનો ‘પોષણ અભિયાન’ તરીકે ઉજવવામાં આવશે.

PMએ પોતાના સંબોધનમાં પર્યાવરણની રક્ષા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, હવે એવો સમય આવી ગયો છે જ્યારે આપણે પર્યાવરણ પ્રતિ દયાભાવ રાખવો પડશે. તેમણે સંબોધનમાં ‘Man vs Wild’શૉનો ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ દ્વારા દેશની પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કાર વિશે પૂરી દુનિયાને જાણકારી મળશે.

તેમણે કહ્યુ કે, ”ભારતનો સંદેશ, ભારતની પરંપરા, સંસ્કાર યાત્રામાં પ્રકૃતિના પ્રતિ સંવેદનશીલતા, આ તમામ વાતનો વિશ્વમાં રૂબરૂ કરાવવા માટે આ એપિસોડ ખૂબ જ મદદ કરશે, તેવો મને વિશ્વાસ છે. ઘણા લોકો જાણવા ઇચ્છશે કે ,બેયર ગ્રિલ્સે મારી હિંદી કેવી રીતે જાણી. લોકો પૂછે છે, શું આ એડિટ કરવામાં આવ્યુ છે કે પછી કેટલી વખત શૂટ કરવામાં આવ્યુ છે. બેયર ગ્રિલ્સ અને મારી વચ્ચે ટેક્નોલોજીએ પુલ જેવુ કામ કર્યુ છે. તેની પાસે એક કૉર્ડલેસ ડિવાઇસ હતુ અને હું હિંદીમાં બોલતો હતો તેમને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થઇને સંભળાતુ હતુ.”

PM મોદીએ કહ્યુ કે, અમે જલ્દીથી ટાર્ગેટ પૂરા કરીશું. અમે 2019માં વાધની સંખ્યા બમણી કરી દીધી છે. ભારતમાં વાધની સંખ્યા એટલી ન હતી પરંતુ સંરક્ષિત વિસ્તારોમાં અને કમ્યૂનિટી રિઝર્વની સંખ્યા વધી છે. ભારતમાં વાધની વસ્તી 2967 છે. 29 ઓગસ્ટના રાષ્ટ્ર ખેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે આપણે દેશમાં ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ની શરૂઆત કરીશું.