સૈનિકથી સંગીતકાર : 93 વર્ષની વયે મ્યુઝિક ડિરેક્ટર ખૈય્યામનું નિધન, બોલિવુડના મહાન સંગીતકારની ચીર વિદાય

મૈં હરએક પલ કા શાયર હું ………….
મહમ્મદ ઝહૂર હાશમી ઉર્ફે શર્માજી – વર્માજી ઉર્ફે શર્માજી ઉર્ફે ખૈયામ  ~~~
પદ્મભૂષણ (2011)
3 વખત ફિલ્મફેર એવોર્ડ વિજેતા (લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ 2011 સાથે ) ~~~
સર્વશ્રેષ્ઠ સંગીત માટે 1977 – કભીકભી અને 1982 – ઉમરાવજાન,
4 અન્ય ફિલ્મફેર નોમિનેશન્સ ~~~~
1980 – નુરી
1981 – થોડી સી બેવફાઈ
1982 – બાઝાર
1984 – રઝિયા સુલતાન
1982 – નેશનલ ફિલ્મ એવોર્ડ , ઉમરાવજાન
સંગીત નાટક અકાદમી એવોર્ડ – 2007 .
૧૮ ફેબ્રુઆરી ૧૯૨૭ના દિવસે અખંડ ભારતના નૌશેરા, પંજાબમાં જન્મ.
નાનપણથી જ હિન્દીફીલ્મો જોવાનો શોખ વળગેલો એટલે ફિલ્મમાં હીરો બનવાની તીવ્ર ઈચ્છા, ભણવામાં જરાયે રસ નહિ.
બાળપણથી જ કુંદનલાલ સાયગલની માફક ફિલ્મ અભિનેતા કમ ગાયક બનવાની ખેવના હતી.
પણ પરિવારનો સખ્ત વિરોધ હતો
હિન્દી ફિલ્મજગતમાં અભિનેતા કમ ગાયક બનવાના પોતાના સ્વપ્નને સાકાર કરવા પોતાના ઘરબાર અને પરિવારને છોડીને દિલ્હી પોતાના કાકા સાથે રહેવાનું પસંદ કર્યું.
દિલ્હીમાં ખૈયામે પંડિત અમરનાથ પાસેથી સંગીતની તાલીમ મેળવી.
એ દરમ્યાન ભારતીય સંગીતજગતની સૌપ્રથમ સંગીતકારની જોડી એવા પંડિત હુસ્નલાલ – ભગતરામ સાથે મુલાકાત થઈ.
તેઓએ સાદી અને સાચી સલાહ આપી કે ફિલ્મોમાં આવવાની ઈચ્છા હોય તો ફિલ્મો જયાં બનતી હોય ત્યાં રહેવાનું પસંદ કરવું અને ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકોના સતત સંપર્કમાં રહેવું.
અને ખય્યામ લાહોર પહોંચ્યા
ત્યાં જે તે સમયના સુપ્રસિદ્ધ સંગીતકારના સહાયક બની રહયા.
છ મહિના સુધી બાબા ચિસ્તીના સહાયક રહયા બાદ ખૈયામ લાહોર છોડીને લુધિયાણા આવી ગયા.
ત્યારે ખય્યામની ઉંમર માત્ર ૧૭ વર્ષની જ હતી.
૧૮ વર્ષની ઉંમરે ખૈયામે એક સૈનિક તરીકે સેનામાં નોકરી મેળવી.
એ સમય બીજા વિશ્વયુધ્ધનો સમય હતો.
ત્રણ વર્ષ સેનામાં સેવા આપ્યા બાદ ખય્યામે સંગીતકાર બનવાની પોતાની ઈચ્છાપૂર્તિ માટે મુંબઈની વાટ પકડી.
ત્યાં ખય્યામે પ્રખ્યાત “પંજાબ ફિલ્મ કોર્પોરેશન”ની ફિલ્મ “હીર રાંઝા” માટે સંગીત “શર્માજી – વર્માજી”ના નામે અન્ય સંગીતકાર “રેહમાન” સાથે જોડી બનાવી સંગીત આપ્યુ.
૧૯૪૮નું એ વર્ષ હતું
હિન્દૂ – મુસ્લિમના નામે દેશના ભાગલા પડી ગયા હતા
ત્યારે ગુરુ હુસ્નલાલે ખૈયામની “શર્માજી” નામ ધારણ કરી સંગીત આપવા જણાવ્યું
અને સાથે એમ પણ કહ્યું કે ફિલ્મજગતમાં કોઈ પરેશાન કરે તો એને કહેવું કે “તું પંડિત હુસ્નલાલનો દીકરો છે”
બસ પછી ખૈયામ પોતે શર્માજી અને રેહમાન , વર્માજી બની રહયા.
પણ જોડીદાર રેહમાન ઉર્ફે વર્માજીએ પાપીસ્તાન જવાનું પસંદ કર્યું અને “શર્માજી – વર્માજી”ની જોડી ખંડિત થઈ
ત્યારબાદ ખૈયામે “શર્માજી”ના નામે પાંચ વર્ષ સુધી ફિલ્મોમાં સંગીત આપવાનું ચાલુ રાખ્યું
૧૯૫૨માં ખૈયામને ફિલ્મ “ફૂટપાથ” મળી ત્યારે મજરૂહ સુલતાનપુરી, સરદાર જાફરી અને ચંદુલાલ શાહે ખય્યામને પોતાના નામે એ ફિલ્મમાં સંગીત આપવાનો આગ્રહ રાખ્યો
અને “મોહમ્મદ ઝહૂર હાશ્મી”એ “ખૈયામ” નામ ધારણ કરી ફિલ્મોમાં સંગીત આપવાની શરૂઆત કરી.
એ ફિલ્મનું ગીત “શામે ગમ કી કસમ ….” લોકપ્રિય બની ગયું
અને ખૈયામને સફળતા મળી ગઈ.
ખૈયામની એ ખાસિયત રહી કે તેમણે ક્યારેય કોઈ ફિલ્મી ગીતકાર સાથે કામ ના કર્યું ….
ખૈય્યામે પોતાના ગીતો જે તે સમયના જાણીતા “હિન્દી- ઉર્દુ”ના કવિઓના લખેલા ગીતો જ પસંદ કર્યા – મિર્ઝા ગાલિબ, અલી સરદાર જાફરી, મજરૂહ, સાહિર, નક્ષ લ્યાલપુરી, નિંદા ફાજલી, એહમદ વાસી, ગુલઝાર, કૈફી આઝમી, જાં નિસાર અખ્તર…વગેરે વગેરે
૧૯૬૨ના ચીનના યુદ્ધ પછી ભારત સરકારે દેશભક્તિના ખાસ બે ગીત તૈયાર કરાવ્યા હતા
જે ગીતોના કવિ હતા “જાં નિસાર અખ્તર” અને એ ગીતોને સંગીતે મઢયા હતા ખૈયામે
૧૯૬૨ના યુદ્ધ બાદ દેશના તમામ સિનેમા થિયેટરોમાં દરેક શોની શરૂઆતે એ ફરજીયાત બતાવાતા
જેમાંનું એક ગીત મને હજુયે યાદ છે
एक है अपनी ज़मीं, एक है अपना गगन
एक है अपना जहाँ, एक है अपना वतन
अपने सभी सुख एक हैं, अपने सभी ग़म एक हैं
आवाज़ दो, आवाज़ दो हम एक हैं, हम एक हैं
आवाज़ दो, आवाज़ दो हम एक हैं, हम एक हैं
ये वक़्त खोने का नहीं, ये वक़्त सोने का नहीं
जागो वतन ख़तरे में है, सारा चमन खतरे में है
फूलों के चेहरे ज़र्द हैं, ज़ुल्फ़ें फ़िज़ा की गर्द हैं
उम्दा हुआ तूफ़ान है, नरवे में हिंदुस्तान है
दुश्मन से नफ़रत फ़र्ज़ है, घर की हिफ़ाज़त फ़र्ज़ है
बेदार हो बेदार हो, आमादा-ए-पैकार हो
आवाज़ दो, आवाज़ दो हम एक हैं, हम एक हैं
ये है हिमाला की ज़मीं, ताज-ओ-अजंता की ज़मीं
संगम हमारी आन है, चित्तौड़ अपनी शान है
गुल्मर्ग का महका चमन, जमुना का तट गोकुल का बन
गंगा के धारे अपने हैं, ये सब हमारे अपने हैं
कह दो कोई दुश्मन नज़र, उट्ठे न भूले से इधर
कह दो के हम बेदार हैं, कह दो के हम तय्यार हैं
आवाज़ दो, आवाज़ दो हम एक हैं, हम एक हैं
उठो जवानां-ए-वतन, बाँधे हुए सर से कफ़न
उठो दक्कन की ओर से, गंग-ओ-जमन की ओर से
पंजाब के दिल से उठो, सतलुज के साहिल से उठो
महाराष्ट्र की खाक से, दिल्ली की अर्ज़-ए-पाक से
बंगाल से गुजरात से, कश्मीर के बागात से
नेफ़ा से राजस्थान से, पुर्ख़ां के हिंदुस्तान से
आवाज़ दो, आवाज़ दो हम एक हैं, हम एक हैं
हम एक हैं, हम एक हैं, हम एक हैं
મધુકર રાજસ્થાનીના લખેલા અને મહમ્મદ રફીએ ગયેલા આ સુપ્રસિદ્ધ ગૈરફિલ્મી ભજનનું સંગીત પણ ખૈયામનું હતું
पाँव पड़ूँ तोरे श्याम
बृज में लौट चलो, लौट चलो
पाँव पड़ूँ तोरे श्याम
बृज में लौट चलो …
सूनी कदम की ठण्डी छइय्याँ खोजे धुन बंसी की
ब्याकुल होके बृज न डुबो दे लहरें जमुनाजी की
लौट चलो, लौट चलो …
दूध दही से भरी मटकिया तोड़े कौन मुरारी
असुवन जल से भरे गगरिया पनघट पे पनिहारि
लौट चलो, लौट चलो …
बिलख रही है मात यशोदा नन्द्जी दुःख में खोये
कुछ तो सोच अरे निमर्ओही बृज का कण कण रोये
लौट चलो, लौट चलो …
રાજેશ ખન્ના ફિલ્મ “મજનૂન” બનાવેલી. જેમાં રાખી હિરોઈન હતી. ફિલ્મનું સંગીત ખૈયામનું હતું.
લગભગ ૪૦% જેટલુ શૂટિંગ થયા બાદ એ ફિલ્મ ડબ્બાબંધ કરી દેવાઈ.
આજસુધી ના તો એ ફિલ્મના ગીતો બહાર આવ્યા છે ના તો એ ફિલ્મના દ્રશ્યો.
પણ એ ફિલ્મનું સંગીત રાજેશ ખન્નાને ખુબ જ ગમી ગયેલુ અને રાજેશ ખન્નાએ ખુશ થઇ સંગીતકાર ખૈયામને એક કાર ભેટ આપેલી, ખૈયામ આજેય એ જ કાર વાપરે છે.
સામાન્યરીતે રાજેશ ખન્ના અભિનીત ફિલ્મોમાં રાહુલદેવ બર્મન અથવા લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત રહેતુ પણ પોતાની ફિલ્મ મજનૂન પછી રાજેશ ખન્ના , ખય્યામના એવા તો આશિક થયા કે પોતાની ફિલ્મોના નિર્માતા અને નિર્દેશકોને સંગીતકાર તરીકે ખૈયામને જ લેવાનો આગ્રહ રાખતા.
ફિલ્મ દર્દ, દિલ એ નાદાન અને થોડી સી બેવફાઈ એ બાબતના ઉદાહરણ છે.
જે બોક્સઓફિસની સફળ ફિલ્મો ગણાઈ અને તેના ગીતો પણ ખુબ પ્રચલિત થયેલા.
જયદેવ, મદન મોહન , ખૈયામ જેવા સંગીતકારો Mass ના નહિ પણ Class ના સંગીતકારો રહયા.
ખૈયામની એ ખાસિયત રહી કે જે તે ગીતમાં લતા, રફી અને મુકેશનો અવાજ જરૂરી જ ત્યારે જ એ લોકો પાસે ગીત ગવડાવ્યાં અન્યથા આશા, તલત અને કિશોર તેમના માનીતા ગાયકો રહ્યા.
જરૂર પડે સુલક્ષણા પંડિત, તલત અઝીઝ,અનવર, સુમન કે યેસુદાસનો પણ ઉપયોગ કરેલો.
ગાયક કબ્બન મીરઝા એ ખૈયામની શોધ
પોતાના પત્ની જગજીત કૌર એક સારા ગાયિકા હોવા છતાંયે એની જ પાસે ગીતો ગવડાવવા એવો દુરાગ્રહ ક્યારેય નહિ રાખેલો.
૧૯૬૪માં ચેતન આનંદે ફિલ્મ “હકીકત”ના નિર્માણ સાથે જ ફિલ્મ “આખરીખત”નું નિર્માણ શરુ કરેલું
ચેતન આનંદનો આગ્રહ હતો કે તેમના માનીતા સંગીતકાર “મદનમોહન” જ ફિલ્મ આખરીખતનું સંગીત તૈયાર કરે
પણ સંગીતકાર મદનમોહને ફિલ્મનિર્માતા ચેતન આનંદને પોતાના સંગીતકાર મિત્ર ખૈયામ પાસે ફિલ્મ આખરીખતનું સંગીત તૈયાર કરાવવાનો અનુરોધ કર્યો
જે વાત ચેતન આનંદે માન્ય રાખી હતી
ફિલ્મ આખરીખતએ રાજેશ ખન્નાની સૌપ્રથમ ફિલ્મ હતી
જોકે એ ફિલ્મ કેટલાક કારણોસર ફિલ્મ “રાઝ” પછી પ્રદર્શિત થઈ એ એક અલગ વાત છે
ફિલ્મ આખરીખતનું સદાબહાર ગીત “બહારો મેરા જીવન ભી સંવારો …” મારી પ્રથમ પસંદગીનું ગીત છે
ફિલ્મ “કભી કભી”ના નિર્માણ સમયે “જયા ભાદુરી”એ આગ્રહ રાખ્યો હતો કે એ ફિલ્મનું સંગીત ખૈયામ તૈયાર કરે
અને અમિતાભ અને જયા જે તે દિવસે મોડી રાત્રે બે વાગે સંગીતકાર ખૈયામના ફ્લેટ પર મળવા ગયા હતા અને સંગીતકાર ખૈયામની ફિલ્મ “કભી કભી”માં સંગીત આપવા રાજી કર્યા હતા
અમિતાભની ગણતરીની ફિલ્મોના ગીતો જ સંગીતપ્રેમીઓમાં સદાબહાર , કંઠસ્થ અને હૃદયસ્થ રહયા
એમાંની એક ફિલ્મ “કભી કભી” છે
ખૈય્યામે ૧૦ જેટલી TV સિરિયલોમાં પણ સંગીત આપ્યુ હતુ
ખૈયામની એ ખાસિયત રહી કે તેઓ અને તેમના પત્ની જે તે ફિલ્મની સ્ક્રિપ્ટ સંપૂર્ણપણે વાંચતા અને ગીતની સિચ્યુએશન સમજતા અને જે તે કથા અને સિચ્યુએશનને અનુરૂપ જે તે કવિ પાસે યોગ્ય શબ્દો સાથેના ગીતો લખાવવાનો આગ્રહ રાખતા અથવા તેમની પાસેથી જે તે સિચ્યુએશનને અનુરૂપ ગીતો લેતા
તેઓના ગીતની ધૂન બનાવવામાં ખૈયામના પત્ની “જગજીત કૌર”નો બરાબરનો હિસ્સો રહેતો
એ જ કારણે ક્યારેક ખૈય્યામે ફિલ્મોમાં પોતાના નામ સાથે પોતાની પત્ની “જગજીત કૌર”નું નામ જોડી “ખૈયામ જગજીત કૌર” રાખવા આગ્રહ રાખેલો પણ તેઓની પત્નીએ એ વાતનો ઈન્કાર કરેલો.
ખૈય્યામે પોતાની કારકિર્દીમાં ગઝલ, ભજન. ગીત, શબદ વગેરેના લગભગ +૨૦૦ આલબમ આપ્યા.
ખૈય્યામે પોતાના નીતિમત્તા અને મૂલ્યો સાથે ક્યારેય સમાધાન ના કર્યું અન્યથા તેમણે +૧૫૦ ફિલ્મો જરૂર કરી હોત.
“પ્રદીપ ખૈયામ” તેઓનો એકમાત્ર દીકરો હતો.
જેણે ખૈયામના સહાયક તરીકે ફિલ્મ “થોડી સી બેવફાઈ” અને ફિલ્મ ” રઝિયા સુલતાન”માં કામ કર્યું
૧૯૯૦ની ફિલ્મ “જાન એ વફા”માં અભિનય કર્યો.
વર્ષ ૨૦૧૨માં હૃદયરોગના હુમલાના કારણે પ્રદીપનું અવસાન થયુ
૨૦૧૬માં ખૈય્યામે પોતાની તમામ ચલ-અચલ સંપત્તિ વેચીને સ્વર્ગસ્થ પુત્ર પ્રદીપની યાદમાં રૂ. દસ કરોડનું એક ટ્રસ્ટ બનાવ્યું.
જે ટ્રસ્ટમાં રૂ. દસ કરોડના વ્યાજમાંથી દરવર્ષે આવતી વ્યાજની આવક હિન્દી ફિલ્મ જગત સાથે જોડાયેલા સંઘર્ષરત ફિલ્મી કલાકારોને યોગ્ય મદદ કરવાનો ઉમદા હેતુ છે.
જે ટ્રસ્ટમાં ગઝલ ગાયક “તલત અઝીઝ” પણ એક ટ્રસ્ટી છે.
એક આડવાત
ટોપી પહેરેલો ખૈયામનો ચહેરો ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નરસિમ્હારાવની યાદ અપાવે છે
બીજી આડવાત ( આમ તો એક નિર્વ્યસની તરીકે એ બાબતનો મને કોઈ અનુભવ નથી , પણ ….)
કોઈ સૂરાના શોખીન મિત્રને તમે કલાકોના કલ્લાકો જો તમે ખૈયામ, મદનમોહન, જયદેવ જેવા સંગીતકારોની રચનાઓ સતત સંભળાવ્યા કરો તો કદાચ એ નશામાં જે તે સૂરાપ્રેમી સૂરાને ભૂલી પણ જાય.
1953થી સ્વતંત્ર સંગીતકાર બન્યા. 2014 સુધીમાં લગભગ 35 ફિલ્મોમાં સંગીત આપ્યું.
પણ ઉત્તમ કામ કર્યું
તેમની ખુબ સફળફિલ્મોમાં ફિર સુબહ હોગી, શોલા ઔર શબનમ, લાલારુખ, શગૂન, ફૂટપાથ, ખાનદાન, કભી કભી, સંકલ્પ, શંકર હુસેન, ત્રિશુલ, નુરી, ચંબલ કી કસમ, રઝિયા સુલતાન, આખરી ખત, થોડી સી બેવફાઈ, દર્દ, ઉમરાવ જાન, બાઝાર, વગેરે વગેરેને ગણાવી શકાય
મારા માનીતા સંગીતકારોમાંના એક સંગીતકાર.
એમના કેટલાક ગીતો માણીયે ~~~
ફિલ્મ – શોલા ઔર શબનમ
૧.
जीत ही लेंगे बाज़ी हम तुम, खेल अधूरा छूटे न
प्यार का बंधन, जन्म का बंधन, जन्म का बंधन टूटे न
૨.
जाने क्या ढूँढती रहती हैं ये आँखें मुझमें
राख के ढेर में शोला है न चिंगारी है
अब न वो प्यार न उसकी यादें बाकी
आग यूँ दिल में लगी कुछ न रहा कुछ न बचा
जिसकी तस्वीर निगाहों में लिये बैठा हो
मैं वो दिलदार नहीं उसकी हूँ खामोश चिता
ફિલ્મ – ફૂટપાથ
शाम-ए-ग़म की क़सम आज ग़मगीं हैं हम
आ भी जा आ भी जा आज मेरे सनम
शाम-ए-ग़म की क़सम
दिल परेशान हैं रात वीरान हैं
देख जा किस तरह आज तनहा हैं हम
शाम-ए-ग़म की क़सम
ફિલ્મ – લાલારુખ
है कली कली के लब पर, तेरे हुस्न का फ़साना
मेरे गुल्सिताँ का सब कुछ, तेरा सिर्फ़ मुस्कुराना
ફિલ્મ – ફિર સુબહ હોગી
૧.
वो सुबह कभी तो आयेगी, वो सुबह कभी तो आयेगी
इन काली सदियों के सर से, जब रात का आंचल ढलकेगा
जब अम्बर झूम के नाचेगी, जब धरती नग़मे गाएगी
वो सुबह कभी तो आयेगी …
૨.
फिर ना कीजै मेरी गुस्ताख़ निगाहों का गिला
देखिये आप ने फिर प्यार से देखा मुझको
आशा: मैं कहाँ तक ये निगाहों को पलटने देती
आप के दिल ने कई बार पुकारा मुझको
૩.
आसमाँ पे है खुदा और ज़मीं पे हम (२)
आजकल वो इस तरफ़ देखता है कम
आसमाँ पे है खुदा और ज़मीं पे हम
ફિલ્મ – શગૂન
૧.
तुम अपना रंज-ओ-ग़म, अपनी परेशानी मुझे दे दो
तुम्हें ग़म की क़सम, इस दिल की वीरानी मुझे दे दो (?)
૨.
पर्बतों के पेड़ों पर शाम का बसेरा है
सुरमई उजाला है, चम्पई अंधेरा है
ફિલ્મ – આખરી ખત
૧.
बहारों मेरा जीवन भी सँवारों, बहारों
कोई आए कहीं से, यूँ पुकारो, बहारों …
૨.
और कुछ देर ठहर और कुछ देर न जा
और कुछ देर ठहर …
रात बाक़ी है अभी रात में रस बाक़ी है
पाके तुझको तुझे पाने की हवस बाक़ी है
और कुछ देर ठहर और कुछ देर न जा
और कुछ देर ठहर …
ફિલ્મ – સંકલ્પ
૧.
तू ही सागर,
तू ही सागर है तू ही किनारा
ढूँढता है तू किसका सहारा
ढूँढता है तू किसका सहारा
.
उसका साया है तू, उसका दर्पण
तेरे सीने में है उसकी धड़कन
तेरी आँखों में उसका इशारा
ढूँढता है तू किसका सहारा
ढूँढता है तू किसका सहारा
.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन
मा कर्मफलहेतुः भूः मा ते सङ्गोऽस्त्वकर्मणिend male voice
.
पाप क्या पुण्य है क्या यह भुला दे
कर्म कर, फल की चिन्ता मिटा दे
ये परीक्षा न होगी दुबारा
ढूँढता है तू किसका सहारा
ढूँढता है तू किसका सहारा
.
तू ही सागर,
तू ही सागर है तू ही किनारा
ढूँढता है तू किसका सहारा
ढूँढता है तू किसका सहारा
૨.
सब ठाठ पड़ा रह जावेगा जब लाद चलेगा बंजारा
धन तेरे काम न आयेगा जब लाद चलेगा बंजारा
जो पाया है वो बांट के खा कंगाल न कर कंगाल न हो
जो सबका हाल किया तूने एक रोज़ वो तेरा हाल न हो
इस हाथ दे दे उस हाथ ले ले हो जावे सुखी ये जग सारा
सब ठाठ पड़ा रह …
क्या कोठा-कोठी क्या बंगला ये दुनिया रैन-बसेरा है
क्यूँ झगड़ा तेरे-मेरे का कुछ तेरा है न मेरा है
सुन कुछ भी साथ न जावेगा जब कूच का बाजे नक्कारा
सब ठाठ पड़ा रह …
इक बन्दा मालिक बन बैठा हर बन्दे की क़िस्मत फूटी
था इतना मोह ख़ज़ाने का दो हाथों से दुनिया लूटी
थे दोनों हाथ मगर खाली जो उठा सिकन्दर बेचारा
सब ठाठ पड़ा रह …
ફિલ્મ – કભી કભી
૧.
मैं पल दो पल का शायर हूँ
पल दो पल मेरी कहानी है
पल दो पल मेरी हस्ती है
पल दो पल मेरी जवानी है
मैं पल दो पल का शायर हूँ …
૨.
मैं हर इक पल का शायर हूँ
हर इक पल मेरी कहानी है
हर इक पल मेरी हस्ती है
हर इक पल मेरी जवानी है
मैं हर इक पल का शायर हूँ
૩.
कभी कभी मेरे दिल में, ख़याल आता है
के जैसे तुझको बनाया गया है मेरे लिये
तू अबसे पहले सितारों में बस रही थी कहीं
तुझे ज़मीं पे बुलाया गया है मेरे लिये
कभी कभी मेरे दिल में, ख़याल आता है
ફિલ્મ – શંકર હુસૈન
૧.
आप यूँ फ़ासलों से गुज़रते रहे
दिल से कदमों की आवाज़ आती रही
आहटों से अंधेरे चमकते रहे
रात आती रही रात जाती रही
૨.
कहीं एक मासूम नाज़ुक सी लड़की
बहुत खूबसूरत मगर सांवली सी
.
मुझे अपने ख़्वाबों की बाहों में पाकर
कभी नींद में मुस्कुराती तो होगी
उसी नींद में कसमसा-कसमसाकर
सरहने से तकिये गिराती तो होगी
.
वही ख़्वाब दिन के मुंडेरों पे आके
उसे मन ही मन में लुभाते तो होंगे
कई साज़ सीने की खामोशियों में
मेरी याद में झनझनाते तो होंगे
वो बेसाख्ता धीमे-धीमे सुरों में
मेरी धुन में कुछ गुनगुनाती तो होगी
.
चलो खत लिखें जी में आता तो होगा
मगर उंगलियां कँप-कँपाती तो होंगी
कलम हाथ से छूट जाता तो होगा
उमंगें कलम फिर उठाती तो होंगी
मेरा नाम अपनी किताबों पे लिखकर
वो दांतों में उँगली दबाती तो होगी
.
ज़ुबाँ से अगर उफ़ निकलती तो होगी
बदन धीमे धीमे सुलगता तो होगा
कहीं के कहीं पांव पड़ते तो होंगे
दुपट्टा ज़मीं पर लटकता तो होगा
कभी सुबह को शाम कहती तो होगी
कभी रात को दिन बताती तो होगी
ફિલ્મ – નૂરી
૧.
चोरी चोरी कोई आए
चुपके चुपके, सब से छुपके
ख़्वाब कई दे जाए
૨.
आ जा रे ओ मेरे दिलबर आ जा
दिल की प्याસ बुझा जा रे
ફિલ્મ – ચંબલ કી કસમ
૧.
सिमटी हुई ये घड़ियाँ
फिर से न बिखर जायेँ -२
इस रात में जी लें हम
इस रात में मर जायेँ
ફિલ્મ – થોડી સી બેવફાઈ
૧.
हज़ार राहें, मुड़के देखीं
कहीं से कोई सदा ना आई
बड़ी वफ़ा से, निभाई तुमने
हमारी थोड़ी सी बेवफ़ाई …
૨.
आँखों में हमने आप के सपने सजाये हैं – २
पलकें उठा के आप ने जादू जगाये हैं
सपना भी आप ही हैं हक़ीक़त भी आप हैं – २
बस आप आप आप ही मुझमें समाये हैं
आँखों में हमने आप के सपने सजाये हैं
ફિલ્મ – દર્દ
૧.
न जाने क्या हुआ जो तूने छू लिया
खिला गुलाब की तरह मेरा बदन
निखर निखर गई सँवर सँवर गई
बनाके आईना तुझे ऐ जानेमन
न जाने क्या हुआ …
૨.
अहल-ए-दिल यूँ भी निभा लेते हैं
दर्द सीने में छुपा लेते हैं
૩.
प्यार का दर्द है -२
मीठा-मीठा प्यारा-प्यारा -२
ये हसीं दर्द ही -२
दो दिलों का है सहारा -२
ફિલ્મ – આહિસ્તા આહિસ્તા
૧.
कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता
कहीं ज़मीन तो कहीं आसमान नहीं मिलता
૨.
माना तेरी नज़र में तेरा प्यार हम नहीं
कैसे कहें के तेरे तलबग़ार हम नहीं
ફિલ્મ – રઝિયા સુલતાન
૧.
ऐ दिल-ए-नादान, ऐ दिल-ए-नादान,
आरज़ू क्या है, जुस्तजू क्या है ) – २
ऐ दिल-ए-नादान…
૨.
आई ज़ंजीर की झनकार ख़ुदा ख़ैर करे
दिल हुआ किसका ग़िरफ़्तार ख़ुदा ख़ैर करे
૩.
तेरा हिज्र मेरा नसीब है
तेरा ग़म ही मेरी हयात है
मुझे तेरी दूरी का ग़म हो क्यों
तू कहीं भी हो मेरे साथ है
ફિલ્મ – બાઝાર
૧.
दिखाई दिए यूँ कि बेखुद किया -२
हमें आप से भी जुदा कर चले
दिखाई दिए यूँ
૨.
करोगे याद तो, हर बात याद आयेगी – २
गुज़रते वक़्त की, हर मौज ठहर जायेगी – २
करोगे याद तो …
૩.
फिर छिड़ी रात, बात फूलों की
रात है या बारात फूलों की) -२
૪.
देख लो आज हमको जी भरके -२
कोई आता नहीं है फिर मरके
ફિલ્મ – ઉમરાવજાન
૧.
ज़िंदगी जब भी तेरी बज़्म में लाती है हमें
ये ज़मीं चाँद से बेहतर नज़र आती है हमें
૨.
दिल चीज़ क्या है, आप मेरी जान लीजिये
बस एक बार मेरा कहा, मान लीजिये
૩.
इन आँखों की मस्ती के मस्ताने हज़ारों हैं
इन आँखों से वाबस्ता अफ़साने हज़ारों हैं
इन आंखों…
૪.
जुस्तजू जिसकी थी उस को तो न पाया हमने
इस बहाने से मगर देख ली दुनिया हमने