કચ્છ, ભચાઉ, અંજાર અને ગાંધીધામમાં ભૂંકપનો આંચકો, 4.2 રિચર સ્કેલની તીવ્રતા

ભૂકંપ ઝોન બનેલા કચ્છ, ગાંધીધામ, અંજાર, ભચાઉ સહિત આજૂબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 4.2 ની તીવ્રતા સાથેનો આંચકો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભચાઉથી 6 કિલોમીટર દુર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને પૂર્વ કચ્છના વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો. આંચકો એટલો જોરદાર હતો કે લોકોમાં ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું.

બપોરે 2.45 વાગ્યે આંચકો અનુભવાયો હતો. આ પહેલાં પણ આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા નોંધાતા રહ્યા છે. 4.2ની તીવ્રતાના ભૂકંપે અનેક દેશોમાં અનેક વાર ભારે તબાહી મચાવી છે. સદ્દનસીબે આંચકામાં જાનમાલના નુકશાનની કોઈ માહિતી મળી રહી નથી.