આર્ટિકલ 370 ને હટાવવા પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી

આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી છે. આર્ટિકલ 370ની સમસ્યા એક વખત ફરીથી સુપ્રીમ કોર્ટની સામે છે. સુપ્રીમ કોર્ટ આજે બે અરજીઓ પર સુનવણી કરશે. પહેલી અરજીમાં આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કરવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર આર્ટિકલ 370ની જોગવાઇઓ નાબૂદ કરવા અને ક્ષેત્રમાં મીડિયાના કામ કરવા પર પ્રતિબંધ લગાવવાના કેન્દ્રના નિર્ણયને કાયદાકીય પડકાર આપનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનવણી કરશે.

પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગાઇ અને ન્યાયમૂર્તિ એસએ બોબડે અને ન્યાયમૂર્તિ એસએ નજીરની વિશેષ પીઠ, અધિવક્તા એમ એલ શર્મા અને કાશ્મીર ટાઇમ્સની કાર્યકારી સંપાદક અનુરાધા ભસીનની તરફથી દાખલ અરજીઓ પર સુનવણી કરશે.

અધિવક્તાએ એક બાજુ આર્ટિકલ 370ની જોગવાઇને નાબૂદ કરવાનો પડકાર આપ્યો છે તો બીજી બાજુ પત્રકારે પોતાની અરજીમાં સમગ્ર રાજ્યમાં મોબાઇલ ઇન્ટરનેટ એન્ડ લેન્ડલાઇન સેવાઓ સહિત સંચારના તમામ માધ્યમોને પુન:સ્થાપિત કરવાનો નિર્દેશ આપવાની માગણી કરી કારણ કે મીડિયા પોતાનું કામ કરી શકે.

શર્માએ જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત કરવાના કેન્દ્રના નિર્ણયના એક દિવસ બાદ છ ઓગસ્ટે અરજી દાખલ કરી હતી. અધિવક્તાએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે આર્ટિકલ 370 પર રાષ્ટ્રપતિનો આદેશ ગેરકાયદે છે કારણ કે આ જમ્મુ કાશ્મીર વિધાનસભાની સહમતિ વગર જારી કરવામાં આવ્યું.

તો બીજી બાજુ 10 ઓગસ્ટે દાખળ અરજીમાં ભસીને કહ્યું છે કે એ કાશ્મીર અને જમ્મુના કેટલાક જિલ્લામાં પત્રકારો અને મીડિયા કર્મીઓની અવર જવર પર લાગેલા તમામ પ્રતિબંધોને તત્કાલ હટાવવાના સંબંધમાં કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર પ્રશાસન માટે નિર્દેશ ઇચ્છે છે.

આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધો પર હસ્તક્ષેપ કરતાં એવું કહેતા ના પાડી દીધી હતી કે સંવેદનશીલ સ્થિતિને સામાન્ય બનાવવા માટે થોડોક સમય આપવો જોઇએ અને સુનવણી બે સપ્તાહ બાદ નક્કી કરવામાં આવી.

જમ્મુ કાશ્મીરની મુખ્ય રાજકીય પાર્ટી નેશનલ કોન્ફ્રેન્સે પણ જમ્મુ કાશ્મીરના સંવૈધાનિક દરજ્જામાં કરવામાં આવેલા ફેરફારને કાયદાકીય પડકાર આપતાં એર અરજી દાખલ કરી છે. પાર્ટીએ તર્ક આપ્યો છે કે આ ફેરફારોને જનાદેશષ વગર ત્યાંના નાગરિકો પાસેથી એમના અધિકાર લઇ લીધા. આ અરજી લોકસભા સભ્ય મોહમ્મદ અકબર લોન અને ન્યાયમૂર્તિ હસનૈન મસૂદીએ દાખલ કરી છે. બંને નેશનલ કોન્ફ્રેનસથી છે.