તમારી રિલેશનશીપ તૂટવાની અણી પર છે? તો એક વખત આ લેખ જરૂરથી વાંચજો

એકબીજાને ખૂબ ચાહતા બે લોકો જીવનના કોઈક પડાવ પર છૂટા પડી જાય અથવા તેમની રિલેશનશીપ અત્યંત કમજોર થઈને તૂટવાની કગાર પર આવી જાય એવું બની શકે છે. જોકે એના માટે કોણ જવાબદાર છે કે કયા કારણોથી એ રિલેશનશીપમાં ખટરાગ પેદા થયો એ વિષય આવા સમયે મહત્ત્વનો નથી હોતો. આવા સમયે મહત્ત્વની એક જ બાબત હોય છે અને એ બાબત એટલે પોતાનાથી બનતા પ્રયત્નો કરવા અને એ રિલેશનશીપને તૂટવાથી બચાવી લેવી.

આ માટે અમે તમારા માટે કેટલાક સૂચનો લઈને આવ્યા છીએ, જે સૂચનો ચોક્કસ જ તમને ખપમાં આવશે. જો તમારી રિલેશનશીપ તૂટવાની ક્ષણે પહોંચી ગઈ હોય તો એકવાર તમારા પાર્ટનરને તમારા મનની બધી વાતો કહી દેવી જોઈએ અને તેને કહી દેવું જોઈએ કે તેના માટે તમારા મનમાં કેટલો પ્રેમ છે. સાથે જ પણ જતાવી દેવું જોઈએ કે અનેક ખટરાગો હોવા છતાં પણ તમે તમારા માટે એ રિલેશનશીપ કેટલું મહત્ત્વ ધરાવે છે.

જો કોઈકવાર બે પાર્ટનર્સ વચ્ચેની લડાઈ ચરમસીમા સુધી પહોંચી હોય તો ઘણીવાર બહારના લોકો બંને તરફ સાચીખોટી સલાહ અપતા હોય છે, જોકે પોતાની રિલેશનશીપને પોતે જ હેન્ડલ કરવી અને બીજા લોકો, પછી ભલે તમારા એકદમ નજીકના કેમ ન હોય, પરંતુ જો તેઓ બ્રેકઅપની કે છૂટાછેડાની સલાહ આપે તો તાત્કાલિક એના પર વિચાર ન આપવો.

કેટલીક બાબતો કે સમસ્યાઓ એવી હોય છે કે સમય જ તેનો ઉપચાર કરતો હોય છે અને બદલાતા સમય સાથે ઘણું બધું આપોઆપ સરખું થઈ જતું હોય છે. આથી આવેશમાં આવીને કોઈ નિર્ણય ન કરવો અને કેટલીક વસ્તુઓને સમયને હવાલે કરી દેવી.

તો ખાસ એ બાબતનું ધ્યાન રાખવું કે રિલેશનશીપમાં અપડાઉન્સ આવતા હોય ત્યારે ક્યારેય સ્ટ્રોંગ રિએક્શન ન આપવા. કેટલીક વખત નાની બાબતોમાં આવતા સ્ટ્રોંગ્સ રિએક્શન જ બાજી બગાડી દેતા હોય છે.