આગામી 48 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડશે. તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે. નોંધનિય છે કે રાજ્ય પડેલા ભારે વરસાદના કારણે અનેક લોકોને જીવ ગુમાવવવાનો વારો આવ્યો હતો અને અનેક મિલ્કતોને પણ નુકશાન થયું હતું.