મોટી સફળતા: ચંદ્રયાને આ ટાઈમે પૃથ્વીને કહી અલવિદા, આ તારીખે ઉતરશે ચંદ્રની ધરતી પર

ચંદ્રયાન 2એ મંગળવારે રાત્રે 2:21 વાગે ધરતીની કક્ષાથી બહાર નીકળીને ચંદ્ર તરફ જવાનો સફર શરૂ કરી દીધો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈજેશન (ઈસરો)એ ટ્રાંસ લૂનર ઈન્જેક્શન સફળતા પૂર્વક પૂરુ કર્યું છે. આ દરમિયાન સ્પેસક્રાફ્ટનું લિક્વિડ એન્જિન 1,203 સેકન્ડ માટે ફાયર કરવામાં આવ્યું જેનાથી 22 દિવસ સુધી ધરતીની કક્ષામાં રહ્યાં બાદ ચંદ્રયાન 2 ચંદ્ર તરફ નીકળી ગયું છે.

ઈસરોએ કહ્યું કે ચંદ્રયાને ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 2.21 મીનીટે ટ્રાન્સ લ્યુનર ઈન્સર્ટેશનની પ્રક્રિયા પૂર્ણ કરી અને ચંદ્રયાન હવે ચંદ્રની સફરે નીકળી ગયું છે. 20 ઓગષ્ટે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે અને સાત સપ્ટેમ્બરે યાનની ચંદ્રની ધરતી પર ઉતારવાની આશા છે.

ચંદ્ર તરફ ચંદ્રયાન 2ના સફર વિશે ઈસરોના ચેરમેન કે.શિવને જણાવ્યું કે, ચંદ્રયાન 2 ચંદ્રની કક્ષા પર જતા 6 દિવસ લગાવશે અને 4.1 લાખ કિલોમીટરનું અંતર કાપતા 20 ઓગષ્ટે ચંદ્રની કક્ષામાં પહોંચશે. જણાવી દઈએ કે ચંદ્રથી પૃથ્વીનું અંતર 3.84 લાખ કિલોમીટર છે.

ચંદ્રની નજીક પહોંચવા પર ચંદ્રયાન 2નું પ્રોપલ્શન સિસ્ટમ ફરીથી ફાયર કરશે જેનાથી ક્રાફ્ટની ગતિ ધીમી થઈ જશે. તેનાથી આ ચંદ્રની પ્રરંભિક કક્ષામાં થંભી જશે. તે બાદ ચંદ્રની સપાટીથી લગભગ 100 કિલોમીટરની ઉંચાઈ પર ચંદ્રયાન 2 ચક્કર લગાવશે. શિવને જણાવ્યું કે પ્રોપલ્શન સિસ્ટમની મદદથી ચંદ્રયાન 2ની કક્ષાને ઓછી કરવામાં આવશે.

તે બાદ લેન્ડર વિક્રમ ઓર્બિટથી અલગ થઈ જશે અને ચંદ્રની કક્ષામાં જશે. લેન્ડરને 6 સપ્ટેમ્બરે 30 કિમી દુર પહોંચવાની સાથે જ ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.