અમરેલીમાં રોડ પર પડેલા ખાડામાં ભરાયેલું પાણી પીતા જોવા મળ્યો જંગલનો રાજા સિંહ

અમરેલીનાં ધારી ઉના સ્ટેટ હાઇવે પર ભર બપોરે સિંહ દર્શનનો લોકોને લાભ મળ્યો. દુધાળા તુલસીશ્યામ વચ્ચે એક તરસ્યા વનરાજે રોડ પર જ પાણી પીતા નજરે પડયા હતા. રોડ પર એક તરફ ખાડામાં ભરાયેલ પાણી પીવા સિંહ આવી ચડતા 20 મિનિટ સુધી વાહન વ્યવહાર બાધિત થયો હતો. રસ્તા પર ડીલડોલ શરીર ધરાવતા સિંહ રાજાનો રોડ પર પાણી પી રહ્યાનો વિડીયો વાયરલ થયો છે.