15 ઓગષ્ટને લઈ જમ્મૂ-કાશ્મીર પોલીસે જાહેર કરી આ એડવાઈઝરી

સુરક્ષિત અને સફળ સ્વતંત્રતા દિવસ મનાવવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસે લોકોને કહ્યુ્ં કે તેમને જ્યાંપણ કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે સામાન દેખાઈ દે તો તરત આ વાતની જાણકારી પોલીસને આપો. આ એડવાઈઝરી જમ્મુ-કાશ્મીરમાં એસએસપીએ જાહેર કરી છે. લોકોને ભલામણ કરવામાં આવી છે કે સુરક્ષાકર્મિઓ સાથે સહયોગ કરે અને તેમના આગ્રહ પર પોતાની ઓળખ જાહેર કરવાથી પણ ન ખચકાવું.

પાછલી 5 ઓગસ્ટે જ્યારથી જમ્મુ-કાશ્મીરનો વિશેષાધિકાર ખતમ થયો છે અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે ત્યાં પ્રશાસન સતત સુરક્ષા સ્થિતિઓની તપાસ કરી રહી છે અને તે મુજબ પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે.પોલીસે લોકોને એમ પણ સલાહ આપી છે કે તેઓ પોતાની સાથે હથિયાર, દારૂગોળો, ધારદાર હથિયાર, હેન્ડ બેગ, પૉલિથીન બેગ, ટ્રાન્ઝિસ્ટર, હાથથી આગ ઓલનાર ઉપકરણ, સ્ટૉપ વૉચ, કોઈપણ પ્રકારનો પાવડર, સિગરેટ, માચિસ, લાઈટર જેવા જ્વલનશીલ સામાન, કેમેરા અને બીજી વાંધાજનક વસ્તુઓ લઈને ન આવે.

અગાઉ સરકારે અહીં ઈન્ટરનેટ અને ટેલિફોન સેવાઓ પર સંપૂર્ણપણે રોક લગાવી દીધો હતો. પરંતુ સુરક્ષાદ હાલાતોની તપાસ કર્યા બાદ પ્રતિબંધમાં ધીરે ધીરે ઢીલ આપવામાં આવી રહી છે. જો કે સરકાર તરફથી લગાવવામાં આવેલ પ્રતિબંધને પગલે અહીં લોકોએ મુશ્કેલીનો ભારે સામનો કરવો પડી રહ્યો છે જેને પગલે તેઓ નારાજ પણ છે.