સોનાનો ભાવ ઉછળ્યો, દિવાળી સુધીમાં રૂ. 40,000એ પહોંચવાની શક્યતા

વિદેશી બજારોમાં કિંમતી ધાતુઓમાં તેજી આવવાને કારણે સોનાના ભાવમાં ફરી એક વખત તેજી આવી છે. નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ આ ભાવ દિવાળી સુધીમાં 40,000 રૂપિયા એ પહોંચે તેવી શકયતા છે. અમદાવાદના બજારમાં આજે 24 કેરટ સોનાનો 10 ગ્રામનો ભાવ 38,800થી 950 રૂપિયા( 3% જીએસટી સાથે) થયો છે. જ્યારે 1 કિલો ગ્રામ ચાંદીનો ભાવ 44,300( 3% જીએસટી સાથે) છે. 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 36500 છે.

ટ્રેડવોર બાદ હવે કરન્સી વોર સર્જાતા સેફહેવન સોનામાં આક્રમક તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સવા છ વર્ષની ઉંચાઇએ 1515 ડોલરની સપાટી કુદાવતાની સાથે સોમવારે સ્થાનિકમાં અમદાવાદ ખાતે પ્રતિ 10 ગ્રામ વધુ 400 ઉંચકાઇ 38,900ની નવી ઉંચાઇએ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી 500 ઉછળી 43,500એ પહોંચી હતી.

શાં માટે વધી રહ્યાં છે સોનાના ભાવ ?

લંડન અને ન્યુયોર્કમાંથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ત્યાં સોના હાજિર 6.65 ડોલર વધીને 1,502.95 ડોલર પ્રતિ અંશ પર પહોંચ્યો છે. ઓક્ટોબરનો અમેરિકાનો સોનાનો વાયદો પણ 4.80 ડોલરના વધારા સાથે 1,506.80 ડોલર પ્રતિ અંશ બોલવામાં આવ્યો છે. બજાર એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે ચીન અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરનું સમાધાન ન નીકળવાને કારણે રોકાણકારો મોટા પ્રમાણમાં સોનામાં રોકાણ કરી રહ્યાં છે. રોકાણ માટે સોનાને શેરબજાર કરતા સુરક્ષિત માનવામાં આવે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતોના કારણે પણ રોકાણકારોનો વિશ્વસ શેરબજારમાં ઘટ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી હાજિર પણ 0.05 ડોલરના વધારા સાથે 16.98 ડોલર પ્રતિ અંશે પહોંચી છે.