વીડિયો: Man Vs Wild: PM મોદીએ બેયર ગ્રિલ્સને વાઘને મારી નાંખવા અંગે એવો જવાબ આપ્યો કે સાંભળીને તમે પણ કહી ઉઠશો કે PM તો મોદી જેવાં જ જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ સંરક્ષણ અને હિમાલયમાં વિતાવેલા સમય તથા પોતાના યુવાકાળ અને વન્યજીવો સાથેના સંઘર્ષ ઉપરાંત ભારતમાં સ્વચ્છતા અભિયાનને લઈ ડિસ્કવરી ચેનલના પ્રખ્યાત શો મેન વર્સીસ વાઈલ્ડમાં જોવા મળશે. મેન વર્સીસ વાઈલ્ડના એપિસોડની એક ઝલક દર્શાવતો વીડિયો શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યો હતો.

શોમાં એડવેન્ચર અને ટેલિવિઝનના એન્કર શોના સ્ટંટમેન એડવર્ડ માઈકલ ગ્રિલ્સ જેને બેયર ગ્રિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તે પીએમ મોદી સાથે વાતચીત કરી રહ્યા છે અને વાઘના સંભવિત હુમલાથી બચવા માટે ભાલા જેવું હથિયાર આપીને તેઓ પીએમ મોદીને કહે છે કે વાઘ આવે તો આનો ઉપયોગ કરજો. તો આના જવાબમાં પીએમ મોદી કહે છે કે મારા સંસ્કારો કોઈનું પણ જીવ લેવા માટેન મંજુરી આપતા નથી જોકે, તમે ભાલો આપ્યો છે તો હું એને પકડી લઉં છું કારણ કે આ ભાલો તમે આપી રહ્યા છો અને તમારા માટે હું રાખી લઉંં છું.

ડિસ્કવરીનું સ્પેશિયલ એપિસોડ 12મી ઓગષ્ટે ટેલિકાસ્ટ કરવામાં આવશે. આનું શૂટીંગ જીમ કાર્બેટ નેશનલ પાર્કમાં કરવામાં આવ્યું હતું. પીએમ મોદી એમ પણ કહે છે કે આપણે આ જગ્યાને ખતરા તરીકે જોવી જોઈએ નહીં. જ્યારે આપણે પ્રકૃતિની વિરુદ્વ થઈ જઈ છીએ ત્યારે દરેક વસ્તુ ખતરનાક બની જાય છે. માણસ પણ ખતરનાક બની જાય છે. બીજી તરફ જો આપણે પ્રકૃતિ સાથે સામંજસ્ય મેળવી લઈએ છીએ ત્યારે તે આપણને સહયોગ આપે છે.

આ એડવેન્ચરમાં બેયર ગ્રિલ્સે ભારતના સ્વચ્છતા અભિયાન અંગે પૂછયું તો પીએમ મોદીએ કહ્યું કે કોઈ પણ બહારની વ્યક્તિ મારા ભારતને સ્વચ્છ કરી શકતો નથી. ભારતના લોકો જ ભારતને સ્વચ્છ રાખી શકે છે. તેમણે કહ્યું કે વ્યક્તિગત સ્વચ્છતા ભારતીય લોકોની સંસ્કૃતિમાં છે. સામાજિક સ્વચ્છતાની ટેવ વિકસિત કરવાની જરૂર છે. મહાત્મા ગાંધીએ આ દિશામાં ઘણું કામ કર્યું છે અને અમને સારી એવી સફળતા મળી છે. મારું માનવું છે કે ભારત બહુ જ ટૂંક સમયમાં સફળ થશે.

જૂઓ વીડિયો…