વેપારીઓએ આવી રીતે ઉજવી આર્ટીકલ 370ને રદ્દ કરવાની જાહેરાતને…

જમ્મૂ-કાશ્મીરને આઝાદીકાળથી વિશેષ દરજ્જો આપતા આર્ટીકલ 370ને રદ્દ કરવાની મોદી સરકારે જાહેરાત કરતા ગુજરાત સહિત મુંબઈના વેપારીઓએ ઉજવણી કરી હતી. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કલમ 370ને નાબૂદ કરવાની જાહેરાત કરતા વેપારી આલમમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી. મુંબઈના વાશી એપીએમસીના વેપારીઓએ ઢોલ નગારા વગાડી, ફટાકડા ફોડ્યા હતા. બધાના મોં મીઠા કરાવ્યા હતા. નરેન્દ્ર મોદી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈના નારા લગાવ્યા હતા.

ભાજપ દ્વારા પણ અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં કલમ 370ને રદ્દ કરવાની ઉજવણી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પણ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.

ભાજપ અને આરએસએસ દ્વારા વર્ષોથી જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370ને રદ્દ કરવાની ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને એકલા હાથે પ્રચંડ બહુમતિ મળી છે અને તેવા સંજોગોમાં ભાજપે રાજ્યસભામાં 126 વર્સીસ 61 મતે જમ્મૂ-કાશ્મીરના વિભાજનને મંજુર કરાવ્યું હતું.