ગુજરાતી પ્રખ્યાત કટાર લેખક-પત્રકાર કાંતિ ભટ્ટનુ નિધન, લાંબા સમયથી હતા બીમાર

ગુજરાતનાં પ્રખર કટાર લેખક અને પત્રકાર શ્રી કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે નિધન થઇ ગયુ છે. તેઓનું નિધન મુંબઇમાં થયુ છે. છેલ્લા થોડા સમયથી તેમની તબિયત નાદૂરસ્ત હતી આજ કારણથી તેમણે દૈનિક સમાચાર પત્રની કોલમ લખવાની બંધ કરી હતી. કાંતિ ભટ્ટનાં નિધનથી પત્રકાર જગતને ખૂબ મોટી ખોટ ચાલશે.

કાંતિ ભટ્ટ વિશે જાણવા જેવું.
-કાંતિ ભટ્ટનો જન્મ ૧૫ જુલાઇ ૧૯૩૧ના રોજ ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં થયો હતો.

-તેમનાં પિતાનું નામ હરગોવિંદભાઇ અને માતાનું નામ પ્રેમકુંવર છે.
-તેમના કુટુંબનું મૂળ ગામ ઝાંઝમેર હતું. તેઓ ચાર ભાઇઓ અને ત્રણ બહેનો છે. -મહુવામાં શાળાજીવન દરમિયાન તેઓ ઝાંઝર સામયિકના સંપાદક હતા.
-૧૯૫૨માં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી હતી