મુંબઈને ધમરોળતો વરસાદ, ઠેર-ઠેર ટાપુ, ખારગઢ હીલમાં ચાર યુવાનો લપસી પડ્યા, બાઈકો તણાઈ

હવામાન ખાતાએ કરેલી આગહી મુજબ આજે ફરી એક વખત વરસાદે મુંબઈને ઘમરોળ્યું હતું. મુંબઈના મોટા ભાગના પરા વિસ્તારો ટાપૂમાં ફેરવાઈ ગયા હતા. કાંદીવલી ધનુકર વાડીનો વિસ્તાર જળબંબાકાર થયો હતો. જ્યારે થાણેમાં ઘોડબંદર અને યેવુર જંગલમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. થાણેનો વેસ્ટમાં આવેલ ઉપવન તળાવ પણ છલકાઈ ગયો છે. ડોંબિવલી સ્ટેશનની ચારેતરફ પાણી

કાંદિવલીની ધનુકર વાડી સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગઈ છે. થાણનો ઘોડબંદર રોડ પર પાણી ફરી વળ્યા છે. થાણે વેસ્ટમાં આવેલો ઉપવન તળાવ છલકાયો છે. જ્યારે ડોંબિવલી સ્ટેશનની ફરતે પાણી ફરી વળ્યા છે.

બોરીવલીમાં તોફાની વરસાદનું રૂપ જોવા મળ્યું છે. નેશનલ પાર્કની નદી બે કાંઠે વહેતી થઈ છે અને શ્રીકૃષ્ણનગરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગોરેગાંવ ઈસ્ટ સ્ટેશન પર પણ પાણીની ચાદર જોવા મળી રહી છે.

થાણેમાં મૂશળધાર વરસાદ થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મધ્ય રલેવનો ટ્રેન વ્યવહાર મંથર ગતિએ ચાલી રહ્યો છે. અનેક ટ્રેનો મોડી દોડી રહી છે. કલ્યાણ સીએસટી સ્ટેશનના જણાવ્યા પ્રમાણે ટ્રેનો 15 મીનીટ વિલંબથી દોડાવવામાં આવી રહી છે. દહીંસર નદીએ ભયજનર સપાટી કૂદાવી દીધી છે. બોરીવલી-પૂર્વના દોલતનગર અને આંબાવાડી જળબંબાકાર થઈ ગયા છે.

કોલહાપરુના ભવાની મંડપ નજીક પાણી ભરાઈ જવા પામ્યા છે. જ્યારે ભીવંડીના શેલાર ગામમાં અનેક બાઈકો પાણીમાં તણાઈ જવા પામી છે. પાણીનો પ્રવાહ એટલો બધો પ્રચંડ છે કે બાઈકને પાણીમાંથી ઉગારી શકાતી પણ નથી.

જાણવા મળ્યા મુજબ નવી મુંબઈના ખારગઢ હિલ ખાતે ચાર યુવાનો લપસી ગયા છે અને જે પૈકી એકની લાશ મળી આવી છે. થાણેમાં આવેલા વાગલે એસ્ટેટ નજીક લોકમાન્ય નગર બસ સ્ટોપ પાસે દિવાલ ઘસી પડી છે.