હું પાકિસ્તાનમાં જઈને શો કરીશ, કોઈ રોકી શકે તો રોકી લે… જાણો કોણે કહ્યું આવું

બોલિવૂડ સિંગર મીકા સિંહે કરાચીમાં કરેલું એક પરફોર્મન્સ તેને કેટલું મોંઘું પડ્યું એ પોતે જ જાણતો હશે. ન જાણે કેટલીય જગ્યાએથી બેનની ધમકી પણ મળી અને અમુક સંસ્થાએ તો બેન પણ કરી દીધો. પરંતુ હવે આ મામલો શાંત થવાનું નામ નથી લેતો. હાલમાં જ ટીવી અભિનેત્રી અને બિગ બોસ 11ની વિજેતા શિલ્પા શિંદેએ મીકા સિંહ પર લવાગેલા બેન અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે મીકાને સમર્થન કરતા કહ્યું છે કે તે પાકિસ્તાનમાં શો કરશે કોઈ રોકી શકે તો રોકી લો.

એક મળતી માહિતી પ્રમાણે ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું કે મીકાએ માફી ભલે માંગી લીધી પણ હું એ જણાવવા માંગુ છું કે એવો કોઈ કાયદો નથી કે જ્યાં લોકોને કોઈ કામ કરવાથી રોકી શકે. હું એ નથી જાણતી કે તે પાકિસ્તાનમાં બીજી વખત કામ કરશે કે કેમ. પરંતુ હું ત્યા જઈને એ દેશમાં શો કરવા માટે વીઝા એપ્લાઈ કરવાનું વિચારી રહી છું. હું જોવ છું કે કોણ મને રોકે છે. જો મારે એ વાત માટે રોડ પર ઉતરીને અવાજ ઉઠાવવો પડે તે હું જરૂર એવું કરીશ. આપણે સ્વતંત્ર કહીએ છીએ પરંતુ શું સાચે આપણે સ્વતંત્ર છીએ?

શિલ્પાએ આગળ કહ્યું કે, હું એ વાતથી નિરાશ છું કે મીકા સિંહે એ વાત માટે માફી માંગી કે જેમાં તેનો કોઈ વાંક જ નહોતો. પરંતુ હું સમજી શકું છું કે એને આ નિર્ણય માટે કેટલા પ્રકારનાં દબાણ આપવામાં આવ્યા હશે. મારી સાથે પણઁ આવું થયું હતું ત્યારે આ સંગઠનોએ મને બેન કરવાની વાત કરી હતી. પરંતુ મે એ લોકોની વાત નહોતી માની. આજે હું કોઈ સંગઠન સાથે નથી જોડાયેલી. પરંતુ મે કામ કરવાનું બંધ નથી કર્યું.

અરુણ જેટલી ગુજરાતમાંથી ત્રણ વખત બન્યા હતા રાજ્યસભાના સાંસદ, આવી હતી દત્તક લીધેલા ગામ કરનાળી માટે લાગણી

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું પણ તેમણે ત્રણ-ત્રણ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ગુજરાતમાંથી ત્રણ વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને મંત્રી બન્યા હતા. જેટલીએ દત્તક લીધેલા કરનાળી ગામમાં પોતે ન આવી શકે તો પત્ની સંગીતાબેનને મોકલીના ગામમાં વિકાસ કાર્યો કર્યા હતા અને યોજનાઓ લાગુ કરી હતી.

અરુણ જેટલી ટ્રબલ શૂટર હતા તો ગુજરાત સાથે તેમનો નાતો બંધાયો હતો. પ્રથમ વખત તેઓ 2000થી 2006 સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા હતા. ત્યાર બાદ 2006થી 2012 અને 2012થી 2018 સુધી ગુજરાતના રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. પંદર વર્ષ સુધી તેઓ ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા રહ્યા અને સમયગાળા દરમિયાન તેમણે ગુજરાત માટે અનેક કામો કર્યા હતા.

છેલ્લે 2019માં લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો તે પણ નાદુરસ્ત તબિયતના કારણે. રાજ્યસભામાં પણ નહીં રહેવાની તેમની પોતાની ઈચ્છા હતી. ભાજપે તેમની લાગણીને માથે ચઢાવી હતી. વાજપેયી સરકારમાં કાયદા મંત્રી અને મોદી સરકારમાં નાણામંત્રી અને રક્ષા મંત્રીની જવાબદારીઓ તેમણે બખૂબી નિભાવી હતી.

ગુજરાતના બન્ને નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે અરુણ જેટલી સંકટમોચક રહ્યા હતા. ભાજપના કેટલાક નેતાઓ તેમને પીએમ મોદીના ખરા ચાણક્ય પણ કહે છે.

નાણામંત્રી અરૃણ જેટલીએ આદર્શ ગામ હેઠળ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું કરનાળી ગામ દત્તક લીધું હતું. ગામમાં રૂફ ટોપનો પ્રોજેક્ટ કરવામાં આયો હતો. સોલાર એનર્જી શરૂ કરાવી લોકોને લાઈટબીલની ઉપાધીમાંથી મૂક્ત કરવાનું બીડું ઝડપ્યું હતું. કરનાળીની પ્રાથમિક શાળાનું રિનોવેશન કરાવ્યું હતું. આદર્શ ગ્રામ યોજના હેઠળ કરનાળીમાં યોજનાઓ લાગુ કરવામાં આવી હતી. સેલ કાઉન્ટર, સીબીસી ટેસ્ટ, બોયો કેમેસ્ટ્રી, કેમિકલ મેનેલાઇઝર તથા લીપીડ પ્રોફાઇલ, લીવર પ્રોફાઇલના જેવા ટેસ્ટ માટેના સાધનો ચાંદોદમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં આપ્યા હતા.

અરુણ જેટલી હતા PM મોદીના ચાણક્ય, ગુજરાત રમખાણોનાં આરોપોમાંથી આવી રીતે બચાવ્યા હતા

પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલી આપણી વચ્ચે રહ્યા નથી. 66 વર્ષીય અરુણે જેટલીને શ્વાસ લેવામાં તકલીફ બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સર્વસંમતિ સાધવામાં અરુણ જેટલીની મહારત હતી અને ભાજપ ઉપરાંત મીડિયાના કેટલાક લોકો જેટલીને પીએમ મોદીના ઓરિજનલ ચાણક્ય માનતા હતા.

2002માં નરેન્દ્ર મોદી માટે તેઓ તારણહાર સાબિત થયા હતા. મોદી ત્યારે મુખ્યમંત્રી હતા અને તેમના પર ગુજરાતના કોમી રમખાણોને લઈ આરોપ લાગ્યા હતા. તે સમયે માત્ર મોદી જ નહીં પણ અમિત શાહ માટે પણ જેટલી મદદગાર સાબિત થયા હતા કેટલીય વખત જેટલીના સત્તાવાર નિવાસ સ્થાન કૈલાશ કોલોનીમાં અમિત શાહ જોવા મળતા હતા. બન્નેને અનેક વખતે એક સાથે ભોજન કરતા પણ જોવામાં આવ્યા હતા.

2014માં નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત થવાના કેટલાક સમય પહેલાં જેટલીએ રાજનાથસિંહ, નીતિન ગડકરી અને શિવરાજસિંહ ચૌહાણને એક સાથે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્રણેય નેતાઓને મોદીના નામ પર સંમત કર્યા હતા. વ્યવસાયે વકીલ રહેલા જેટલી વાજપેયી સરકારમાં મંત્રી હતા અને મોદી પીએમ બન્યા તો અરુણ શૌરી અને સુબ્રમણ્યમ સ્વામીની વાતોને નજર અંદાજ કરી જેટલીને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. મોદી તેમને ભાજપના અનમોલ રત્ન ગણાવી ચૂક્યા છે. મનોહર પરિકરની તબિયત ખરાબ થતાં રક્ષા મંત્રાલયનો વધારાનો ચાર્જ પર જેટલીને આપી દેવામાં આવ્યો હતો.

અરુણ જેટલીની ગણના સુશિક્ષિત વિદ્વાન મંત્રી તરીકે થાય છે. પાછલા 30 વર્ષથી કોઈની પણ સરકાર આવે જેટલી સત્તાતંત્રમાં અમીટ છાપ છોડનાર મંત્રી અને નેતા રહ્યા છે.

અતિશિસ્ત, વિનમ્ર અને રાજનીતિક રીતે ઉત્કૃષ્ટ રણનીતિકાર એવા જેટલી ભાજપ અને પીએમ મોદી માટે સંકટમોચક રહ્યા હતા. ચાર દાયકાની રાજકીય સફર બિમારીના કારણે આજે સંકેલાઈ ગઈ છે.

રાજકોટ: જન્માષ્ટમીમાં સુરત અગ્નિકાંડના દ્રશ્યો થયા તરોતાજા, શ્રધ્ધાંજલિ સાથે મદદ નહીં કરનારા લોકોની ઝાટકણી

સુરતના સરથાણા રોડ પર આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 24 વિદ્યાર્થીઓના જાન ગયા બાદ તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને આજે પણ ક્યાંકને ક્યાંક જાન ગુમાવનાર બાળકો માટે શ્રધ્ધાંજલિના કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે.

આજે જન્માષ્ટમી છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં સુરતના અગ્નિકાંડમાં જાન ગુમાવનારા બાળકોને શ્રધ્ધાંજલિ આપવા અનોખી થીમ બનાવી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. તક્ષશિલા આર્કેડ સહિત આજુબાજુના વિસ્તારોનો નકશો-મોડેલ બનાવવામાં આવ્યું છે, જાન ગુમાવનાર બાળકોના ફોટો મૂકી શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે.

શ્રધ્ધાંજલિની સાથે થીમમાં ઘટના બની ત્યારે ફોટો કે વીડિયો ઉતારી રહેલા લોકો પર ફિટકાર વરસાવવામાં આવ્યો છે. બારીઓમાં જોતી મહિલાઓને પણ ઉદ્દેશીને લખાયું કે તમારી ઓઢણીઓ ફેંકી બાળકોને બચાવી લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હોત તો કેટલાય ઘરના દિવા આજે પણ રોશન હોત.

 

 

 

 

પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું 66 વર્ષની વયે નિધન, શોકનું મોજું

દેશના પૂર્વ કેન્દ્રિય નાણા મંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી નાદુરૂસ્ત તબિયતના કારણે તેઓ મોત સામે જંગ લડી રહ્યા હતા. તેઓ 9 ઓગસ્ટથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે 12: 07 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને દુનિયા અલવિદા કરી હતી.

14 મે, 2018 ના રોજ, કિડનીની બિમારીથી પીડાતા અરુણ જેટલીનું ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ  ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેટલીને ડાયાબિટીઝ પણ હતું. જાન્યુઆરી 2019માં જેટલીને સોફ્ટ-ટીશ્યુ સારકોમાનું દુર્લભ સ્વરૂપનું નિદાન થયું હતું અને ન્યૂ યોર્કમાં સારવાર કરવામાં આવી હતી.

એઈમ્સમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખતા જેટલીના ખબર અંતર માટે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતાઓ, મંત્રીઓ, કોંગ્રેસના નેતાઓ તથા વિપક્ષના અન્ય નેતાઓએ એઈમ્સની મુલાકાત લીધી હતી. એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા બાદ જેટલીને લાઈફ સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.

એક બે નહીં પણ 250 બાળકો સાથે આવી રીતે ડોક્ટરે કર્યું શર્મનાક કૃત્ય

ફ્રાન્સથી ચોંકાવનારા ન્યૂઝ મળી રહ્યા છે. જાણકારી પ્રમાણે ફ્રાન્સની જોનજૈક સિટીના સર્જન પર અંદાજે 250 બાળકો સાથે યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. 66 વર્ષીય ડોક્ટર જોલ લી સ્કોરરનેક પર આરોપ છે કે તેણે 30 વર્ષ સુધી બાળકો સાથે યૌન હિંસા કરી છે. યૌન શોષણની ઘટનાઓને અંજામ આપવા માટે ડોક્ટર પહેલાં બાળકોને બેભાન થવાનું ઈન્જેક્શન આપી દેતો હતો અને ત્યાર બાદ તેમની સાથે શર્મનાક કૃત્ય કરતો હતો.

14  વર્ષ પહેલાં ડોક્ટરને બાળકો સાથેની યૌન હિંસાના ફોટો રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2017માં સરકારે ફરીથી તેને પ્રેકટીસ કરવાની મંજુરી આપી દીધી હતી. 2017માં ડોક્ટરે 4 અને 6 વર્ષની નાની બાળાઓ સાથે દુષ્કર્મ કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. 250 બાળકો સાથે યૌન હિંસાના આ મામલાને ફ્રાન્સનો સૌથી મોટું સ્કેન્ડલ માનવામાં આવે છે. આરોપી ડોક્ટર પેટની સર્જનનો ડોક્ટર છે અને તેના ઉપર નાના બાળકો અને બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે.

ડોક્ટરે પોતાના પર લાગેલા આરોપને નકાર્યા છે. જોકે બાળકો સાથે ખરાબ વ્યવહારની વાતનો સ્વીકાર કર્યો છે. પોલીસે ડોક્ટરની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. ડોક્ટરે હવે ટ્રાયલનો સામનો કરવો પડશે. પોલીસને તપાસમાં ડાયરી પણ મળી છે, જેમાં 250 બાળકો સાથે યૌન હિંસાનો ઉલ્લેક થયેલો જોવા મળી રહ્યો છે. ડોક્ટરના વકીલનું કહેવું છે કે ડાયરીમાં ડોક્ટરે કાલ્પનિક વાતો લખી છે.

રાહુલ ગાંધી સહિત વિપક્ષના 12 નેતાઓ જશે જમ્મૂ-કાશ્મીર, તંત્રએ ફરમાવી મનાઈ

જમ્મૂ-કાશ્મીરમાંથીકલમ 370 રદ્દ કર્યા બાદ રાહુલ ગાંધી સહિત 11 વિપક્ષી નેતા આજે ખીણ પ્રદેશમાં જવાના છે. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ,કેસી વેણુગોપાલ, આનંદ શર્મા, લેફ્ટ ફ્રન્ટના નેતા સીતારામ યેચુરી, ડી.રાજા, ડીએમકેના તિરુચી શિવા, ટીએમસીના દિનેશ ત્રિવેદી, એનસીપીના માજીદ મેમણ, આરજેડીના મનોજ ઝા અને જેડીએસના ઉપેન્દ્ર રેડ્ડી સામેલ થશે. આ સિવાય શરદ યાદવ પણ કાશ્મીર જનારા નેતાઓમાં છે. કલમ 370 રદ્દ કર્યા બાદ રાહુલ ગાંધીએ જમ્મૂ-કાશ્મીરની સ્થિતિ અને સવાલો ઉભા કર્યા હતા.

રાહુલ ગાંધીએ ટવિટ કરીને લખ્યું હતું કે કાશ્મીરના કેટલાક વિસ્તારોમાંથી હિંસાની ખબરો આવી રહી છે. પ્રધાનમંત્રીએ શાંતિ અને નિષ્પક્ષતા બનાવી રાખવા માટે મામલાને જોવો જોઈએ. આ ટવિટ પર રાજ્યપાલ સત્યપાલ મલીકે કહ્યું હતું કે હું રાહુલ ગાંધીને કાશ્મીર આવવાનું નિમંત્રણ આપું છું અને એરક્રાફ્ટની વ્યવસ્થા કરી આપીશ. તો રાહુલ ગાંધીએ આ નિમંત્રણ સ્વીકારી કહ્યું હતુ કે એરક્રાફ્ટની વ્યવસ્થા કરવાની જરૂર નથી, માત્ર ત્યાંના લોકો સાથે મળવા દેવામાં આવે.
વિપક્ષના ડેલિગેશનની જાહેરત વચ્ચે જમ્મૂ-કાશ્મીરની વહીવટી તંત્રનું બયાન આવ્યું છે કે વિપક્ષી નેતા કાશ્મીર ન આવે અને સહયોગ કરે. પોલીસ સૂત્રોએ કહ્યું છે કે વિપક્ષી નેતાઓને શ્રીનગર એરપોર્ટથી બહાર જવા દેવામાં આવશે નહીં.

કાશ્મીર પ્રશાસને ટવિટ કરીને કહ્યું છેકે વિપક્ષી નેતાઓના ડેલિગેશનની મુલાકાતથી અસુવિધા થશે. અમે આતંકીઓથી બચવા માટે લાગેલા છીએ. પ્રશાસને કહ્યું કે વિપક્ષી નેતાઓ જમ્મૂ-કાશ્મીરમા લાગુ કરાયેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. નેતાઓએ સ્થિતિ સમજવી જોઈએ અને શાંતિ તથા વ્યવસ્થા જાળવી રાખવા અને નુકશાનને અટકાવવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

ફક્ત 25 % લિવર પર પોતાનું જીવન પસાર કરી રહ્યા છે બિગ બી, ટીબી સહિત બીજી આ છે બિમારીઓ

ટીવી અને ફિલ્મોમાં ફિટ અને ફોરએવર યંગ દેખાતા બિગ બીની તબિયત સારી નથી. તેમને મોટી શારીરિક બીમારી છે. અને એમણે પોતે જ પોતાના શો માં આ વાતનો ખુલાસો કર્યો હતો. જાણકારી માટે જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનનું લિવર 75 % ખરાબ થઇ ગયુ છે. અને તે હાલમાં ફક્ત 25 ટકા લિવર પર પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચને શો માં લોકોને જણાવ્યું હતું કે, “વ્યક્તિએ પોતાના શરીરનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.” પછી એમણે પોતાનું જ ઉદાહરણ આપ્યું અને કહ્યું કે, મને ખબર પડી કે મારું લિવર 75 ટકા ખરાબ થઈ ગયું છે. અને હવે હું માત્ર 25 ટકા લિવરની મદદથી જીવી રહ્યો છું. મિત્રો, કદાચ તમને ખબર નહિ હોય કે, અમિતાભ બચ્ચનને ટ્યૂબર્ક્યુલોસિસ (TB)ની તકલીફ છે. સાથે જ એમને બીજી પણ શારીરિક તકલીફ છે.

અમિતાભ બચ્ચને સારા સ્વાસ્થ્ય માટે લોકોને સલાહ આપતા કહ્યું હતું કે, બીમારીઓની સમય પહેલા ખબર પડી જાય તો તેની સારવાર શક્ય છે. અને એમની વાત સાચી પણ છે. જો આપણે રેગ્યુલર ચેકઅપ કરાવતા રહીએ તો બીમારીના શરૂઆતના સ્ટેજમાં જ એની જાણ થઇ જાય છે. આથી આપણે સમય સર એનો ઈલાજ કરાવી શકીએ છીએ, અને એ મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલા જ એનાથી આપણે બચી શકીએ છીએ.

એ સિવાય કુલી ફિલ્મ વખતે એમને થયેલી ઇજાની સારવાર દરમ્યાન તે હિપેટાઇટિસનો શિકાર પણ બની ચુક્યા છે. અને આટલી શારીરિક સમસ્યાઓ હોવા છતાં પણ તે આજે પોતાની ઉંમર પ્રમાણે એકદમ ફીટ લાઈફ જીવી રહ્યા છે. એમને થયેલી બીમારીઓને એમણે પોતાના પર ક્યારેય હાવી થવા નથી દીધી.

પોતાના શો માં અમિતાભે એ પણ કહ્યું હતું કે, તેમનો જમણો હાથ ઉંચો થતો નથી. તેમને ખભામાં ઇજા થયા બાદથી તેમને આ સમસ્યા છે. અને ખભાની આ ઇજાને કારણે હાલમાં તે તેમનાં બધા જ કામ ડાબા હાથથી કરી રહ્યા છે. એમની આવનારી ફિલ્મની વાત કરીએ તો હાલમાં ‘ગુલાબો સિતાબો’ ફિલ્મનું શૂટિંગ એમણે પૂર્ણ કરી દીધું છે. અને એ સિવાય તેઓ ‘ઝંડુ’ અને ‘ચેહરે’ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. અને આ વર્ષનાં અંત સુધીમાં એમની રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથેની મોટી ફિલ્મ ‘બ્રહ્માસત્ર’ પણ રિલીઝ થઇ જશે એવા સમાચાર છે.

હવે મોબાઈલની મદદથી જાણી શકાશે ફૂડ ખાવાલાયક છે કે નહીં, જાણો કઈ રીતે

ભારે વરસાદથી ખરાબ થયેલા માર્ગોને નવરાત્રી પહેલા પૂર્વવત કરી દેવાશે: નીતિન પટેલ

માર્ગ સુવિધાના નેટવર્ક ક્ષેત્રે ગુજરાતે દેશમાં સારી પ્રતિષ્ઠા મેળવી છે ત્યારે આ વર્ષના ચોમાસામાં ભારે વરસાદથી જે રસ્તાઓ બિસ્માર થયા છે તે રસ્તાઓને રાબેતા મુજબ વાહન વ્યવહાર થઇ શકે તે માટે નવરાત્રી પહેલા પૂર્વવત કરી દેવાશે એવું નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે.

તેઓએ ઉમેર્યુ કે, વરસાદને કારણે તેમજ પૂરના પાણી રસ્તાઓ પરથી પસાર થવાના કારણે માર્ગોને કરોડો રૂપિયાનું નૂકસાન થયુ છે. તે રસ્તાઓ પરના નાળા/પુલોને પણ ભારે વરસાદને કારણે નૂકશાન થયેલ છે. એ રસ્તાઓ તથા નાળા/પુલો પણ પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે માર્ગ-મકાન વિભાગ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે.

રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, સ્ટેટ હાઇવે, જિલ્લા માર્ગોને તથા અન્ય ગ્રામ્ય માર્ગોને પણ નૂકસાન થયુ છે તેમાં જે ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોને અગ્રીમતાના ધોરણે મરામત કરીને વાહનવ્યવહાર પુર્વવત થાય એ રીતે કામ કરવાનું શરૂ કરી દેવાયું છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નાગરિકોને સુવિધા આપવા માટે માર્ગો પર જે નૂકશાન થયું હોય અને ધોવાણ થયુ છે તે તમામ માર્ગો પર માટી કામ, મેટલ કામ અને ડામર પેચ વર્કના કામો શરૂ કરી દેવાયા છે. જે સત્વરે પૂર્ણ કરાશે. ઉપરાંત આગામી સમયમાં વરસાદ ન પડે, ઉઘાડ નિકળે અને અનૂકુળ પરિસ્થિતિ રહે તો માર્ગ-મકાન વિભાગ દ્વારા હોટ મીક્સ પ્લાન્ટ શરૂ કરાવીને પેવરથી ડામર પેચવર્કના કામો સત્વરે યુદ્ધના ધોરણે પૂર્ણ કરાશે.

તેમણે કહ્યું કે, જે માર્ગો પર મોટા પ્રમાણમાં નૂકશાન થયું છે તે માટે કાર્પેટીંગની જરૂરીયાત માટે અલગથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને આ કામો પણ સત્વરે પુરા કરાશે. રાજ્યના માર્ગોને પ્રાથિક અંદાજ મુજબ રૂા. ૫૦ કરોડથી વધુનું નૂકશાન થયુ છે તે તમામ કામો ઝડપથી પૂર્ણ કરાશે .