સુરતના ક્રાઈમ ઈતિહાસમાં પહેલી ઘટના, 3 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કરનારને ફાંસી

સુરતના લિંબાયત વિસ્તારમાં માત્ર 3 વર્ષની બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરનાર આરોપીને સુરતની સેશન્સ કોર્ટે ફાંસીની સંભળાવી છે,સુરતની કોર્ટે ફાંસીની સજા ફરમાવી હોય તેવો પ્રથમ કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે.15 ઓકટોબર 2018ના દિવસે નરાધમ બાળકી પર બળાત્કાર અને હત્યા કરીને ભાગી છુટયો હતો.સુરત પોલીસ તેને બિહારથી પકડી લાવી હતી.35 સાક્ષી,મેડીકલ પુરાવા અને સીસીટીવી સહીતના આધારને ધ્યાનમાં રાખીને સુરત કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો.

સુરતની કોર્ટે બુધવારે જાહેર કરેલા ઐતિહાસિક ચુકાદાની વિગત એવી છે કે અનિલ યાદવ નામના યુવકે લિંબાયતમાં રહેતી  3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ નરાધમ અહીંથી અટકયો નહોતો. બાળકીની હત્યા કરીને ભાગી  છુટયો હતો.સુરત પોલીસ તેને બિહારથી પકડી લાવી હતી. કોર્ટે તમામ પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપી અનિલ યાદવને ફાંસીની સજા સંભળાવી છે.કોર્ટે 8 મહિનામાં સજા સંભળાવી છે.