મોબ લિંચિગ પર RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, ટોળા દ્વારા હિંસા ફેલાવી સમાજમાં ધૃણા ફેલાવાઈ રહી છે”

દેશના કેટલાક રાજ્યોમાં ટોળા દ્વારા હિંસા એટલે કે મોબ લિંચિંગના કારણે ચારેતરફથી થઈ રહેલાં હુમલાની વચ્ચે RSSના વડા મોહન ભાગવતે આવી ઘટનાઓને હિન્દુઓને બદનામ કરવાના કાવતરા સમાન ગણાવી છે. તેમણે કહ્યું કે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુઓને બદનામ કરવામાં આવી રહ્યા છે. મથુરામાં બેઠકને સંબોધતા મોહન ભાગવતે આ વાત કરી હતી. સંઘ પ્રમુખે મોબ લિંચિંગની સાથે ધર્મ પરિવર્તન જેવા મુદ્દા પર પણ વાત કરી હતી. તેમણે સંઘના પ્રચારકોને તાકીદ કરી છે કે આવી ઘટનાઓને લઈ સાવધાન રહે. દેશમાં જ્યાં કશે પણ આવા પ્રકારની ઘટના બને તો સતર્ક રહેવાની જરૂર છે.  

RSSના સરસંઘ ચાલક મોહન ભાગવતે કહ્યું કે દેશમાં આજકાલ ટોળા દ્વારા હિંસાના નામે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. વૃન્દાવનમાં આયોજિત વાત્સલ્ય ગ્રામની સભામાં સંઘની અખિલ ભારતીય સામાજિક સદ્દભાવ સમિતિની બે દિવસીય બેઠકનો પ્રારંભ કરતા ભાગવતે કહ્યું કે દેશભરમાં હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને બદનામ કરવમાં આવી રહ્યા છે. ટોળા દ્વારા હિંસાના નામ પણ રાજનીતિ કરીને સમાજમાં ધૃણા ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે તો ક્યાંક ગાયના નામે ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. દેશમાં આજે જે સ્થિતિ છે તેને જોતા પ્રચારકોએ સતર્ક રહેવાની જરૂર છે.