ચારા કૌભાંડમાં ઘટસ્ફોટ: ભેંસોના સીંગ પાછળ ખર્ચાયા હતા 16 લાખ રૂપિયા

ચર્ચાસ્પદ ચારાકૌભાંડમાં ઘટસ્ફોટ થયો છે કે ભેંસોના સીંગની માલીશ કરવા પાછળ લાખો રૂપિયા ખર્ચાયા છે. માત્ર માલીશ કરવા પાછળ જ 16 લાખ રૂપિયા ખર્ચાયા હોવાની માહિતી મળી રહી છે. 1990-91 અને 1995-96 દરમિયાન આ રૂપિયા ખર્ચાયા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે લાલુપ્રસાદ યાદવ જેલમાં છે.

બિહાર સરકારે વિધાનસભામાં ખુલાસો કર્યો છે કે 49,950 લીટર સરસોનું તેલ ખરીદવામાં આવ્યું છે અને તેની કિંમત 16 લાખ રૂપિયા થાય છે. ડેરી ફાર્મના મહપ્રબંધક ડો.જેન્યુઅલ ભેંગરાજ અને અન્ય અધિકારીઓ ભેગા મળીને સરસોના તેલના બોગલ બીલ તૈયાર કર્યા હતા. સુશીલ મોદીએ વિધાનસભામાં આ અંગેની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે બજેટના રૂપિયાને ખોટી રીતે વાપરવામાં આવ્યા હતા અને લાલુપ્રસાદની સરકાર આ અંગે કોઈ તપાસ કરી ન હતી.