મુંબઈની આગ, ફાયર રોબો થયો ફેલ, જાણો વધુ…

મુંબઈ મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ફાયર રોબોને ફાયર બ્રિગેડને સુપરત કર્યું હતું. આજે બાન્દ્રા સ્થિતિ MTNL બિલ્ડીંગમાં આગ લાગી ત્યારે ફાયર રોબોને જે હેતુથી લાવવામાં આવ્યો હતો તે હેતુ સિદ્વ થયો ન હોવાનું નજરે જોનારા લોકો કહી રહ્યા છે.

રિપોર્ટ પ્રમાણે 1.22 કરોડના ખર્ચે ફાયર રોબોને મુંબઈ ફાયર બ્રિગેડમાં જોઈન કરવામાં આવ્યું હતું. આશરે 400થી 500 કિલો વજન ધરાવતા રોબો માટે એવું કહેવાતું હતું કે તે 700 ડિગ્રી તાપમાનમાં પણ કામ કરી શકશે અને 55 મીટર સુધી પાણીનો મારો કરી શકે એમ છે. રોબોમાં કેમેરા ફીટ કરવામાં આવ્યા છે અને લપકારા મારતી આગમાં રોબો ઘૂસીને આગને કાબૂમા લઈ શકે છે. આ ઉપરાંત 300 મીટર સુધી તેને રિમોટથી કન્ટ્રોલ કરી શકાય છે. ફ્રાન્સ દ્વારા તૈયાર કરાયેલા રોબોને MTNLની આગના સ્થળે લાવવામાં આવ્યો હતો. જે પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા તેમાંથી એકાદ દાવાને બાદ કરતા ફાયર રોબો પોતાની કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

આવા પ્રકારના રોબો ઈઝરાયલ, ફ્રાન્સચીન અને અમેરિકા આવા પ્રકારના રોબો તૈયાર કરે છે. જેટલા બણગાં ફૂંકવામાં આવ્યા હતા તે પ્રમાણે રોબોની કામગીરી જોવા ન મળતા ફાયર અને ઉપસ્થિત લોકોને નિરાશા અને હતાશા સાંપડી હતી. જોકે, મુંબઈ મહાનગરપાલિકાનો દાવો તો એવો છે કે રોબો સફળ રહ્યો છે. રોબોને આગની અંદર મોકલાવામાં આવ્યો હતો કે નહીં તે અંગે કોઈ ફોડ પાડીને કહી શકતું નથી.