ISROએ રચ્યો ઈતિહાસ, ચંદ્રયાન-2નું સફળ લોન્ચીંગ

દેશના મહત્વકાંક્ષી ચંદ્રયાન-2નું લોન્ચીંગ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી 2.43 મીનીટે કરવામાં આવ્યું હતું. પંદરમી જૂલાઈએ હિલીયમ લિકેજના કારણે ચંદ્રયાન-2નું લોન્ચીંગ મુલત્વી રાખવામાં આવ્યું હતું. ISROના ડાયરેક્ટરે યાનના લોન્ચીંગને મંજુરી આપી હતી. લોન્ચીંગ કરી ભારતે ફરી એક વાર ઈતિહાસ રચ્યો છે. લોન્ય થયા બાદ યાનની ગતિ અને સ્થિતિ સામાન્ય છે. 49 દિવસનું ભ્રમણ કરીને યાન ચંદ્ર પર પહોંચશે.

ચંદ્રયાન 2માં ત્રણ મોડ્યૂલ છે. ઑર્બિટર મોડ્યૂલ ચંદ્રમાની કક્ષામાં એના ચક્કર મારશે. લેન્ડર મોડ્યૂલ ચંદ્રમાની સપાટી પર ઊતરશે. એને વિક્રમ નામ આપવામાં આવ્યું છે. ત્રીજું મોડ્યૂલ ‘પ્રજ્ઞાન’ નામનું રોવર છે જે ચંદ્રની સપાટી પર ફરી ફરીને આંકડા અને નમૂના એકત્રિત કરશે. પ્રક્ષેપણના સમયે ઑર્બિટર અને લેન્ડર મોડ્યૂલ એક બીજા સાથે જોડાયેલા રહેશે. રોવરને લેન્ડરની અંદર રાખવામાં આવશે. પ્રક્ષેપણ બાદ પહેલા એને પૉથ્વીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

ચંદ્રના વર્ગમાં પહોંચીને લેન્ડર ઑર્બિટરથી અલગ થઇ જશે તથા ચંદ્રના દક્ષિણ ધૃવની પાસે પહેલાથી નક્કી સ્થાન પર ધીરેથી ચંદ્રની સપાટી પર ઊતરશે. ત્યારબાદ રોવર પણ લેન્ડરથી અલગ થઇ જશે.

ચંદ્રયાન-2નું વજન 3290 કિલોગ્રામ છે. ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તેનું ઓર્બિટર, લેન્ડરથી અલગ થઇ જશે. ત્યારબાદ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. સાઉથ પોલની જમીન ખુબ જ સોફ્ટ રહેલી છે જેથી રોવરને મુવ કરવામાં સરળતા રહેશે. રોવરમાં છ ટાયર લાગેલા છે જેનું વજન 20 કિલો છે. રોવર અને ઓર્બિટરમાં અનેક સંવેદનશીલ અતિઆધુનિક સાધનો છે જેમાં કેમેરા અને સેન્સર્સ છે. રોવર પણ અતિઆધુનિક સાધનોથી સજ્જ છે. 603 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ આમા કરવામાં આવ્યો છે.

પંદરમીએ વહેલી પરોઢે 2.51 વાગે એન્જિનમાં લીકેજના કારણે ચન્દ્રયાન-2ની ઉડાનને રોકવાની ફરજ પડી હતી. ચન્દ્રયાન-2ને સોમવારના દિવસે વહેલી પરોઢે લોંચ કરવાની યોજના તૈયાર હતી. જોકે, છેક છેલ્લી ઘડીએ ટેક્નિકલ ખામી સર્જાતા આ લોંચને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.