જાણો IP એડ્રેસથી પોલીસ કેવી રીતે ચોક્કસ લોકેશન ટ્રેસ કરે છે?

જો તમે ઈન્ટરનેટનો વધુ ઉપયોગ કરતા હો તો તમારા IP Address અંગે જાણકારી જરૂર હશે. IP Address એક એવી વસ્તુ છે જે ઈન્ટરનેટ કનેક્શનની ઓળખ કરાવે છે. IPનું ફૂલફોર્મ ઈન્ટરનેટ પ્રોટોકોલ છે. IP Address એ એક પ્રકારનો નંબર છે જે ઈન્ટરનેટની દુનિયામાં ઈન્ટરનેટ કનેક્શનના આઈડેન્ટીફિકેશન માટે સહાયભૂત કરે છે. આ એવી જ રીતે કામ કરે છે જે રીતે આપણા ઘરનું સરનામું  હોય છે.

જે પ્રકારે તમારા ઘર સુધી પહોંચવા માટે સરનામાની જરૂર હોય છે તેવી જ રીતે ઈન્ટરનેટની કોઈ વસ્તુને ટ્રેસ કરવા માટે IP Addressની જરૂરિયાત હોય છે. આ એડ્રેસને IP Address કહેવામાં આવે છે.તો પ્રશ્ન એ થાય છે કે શું IP Address થકી કોઈના ઘરનું એડ્રેસ પણ માલમ પડી જાય છે?

તો શું IP Address થકી ઘરનું એડ્રેસ માલમ પડી જાય છે તો જવાબ છે IP Address માલમ પડી જાય તો સાધારણ રીતે IP Address મારફત કોઈનું લોકેશન ટ્રેસ-ટ્રેક કરી શકાતું નથી. IP Address એ એક રેન્ડમ નંબર છે. જે અનેક પ્રકારના કોમ્બિનેશનને સાંકળીને બનાવવામાં આવ્યું હોય છે. આ સંજોગોમાં બહુ મુશ્કેલ હોય છે કોઈનું સાચમ-સાચ એડ્રેસને ટ્રેસ કરવાનું. માત્ર IP Address દ્વારા કોઈનું ચોક્કસ લોકેશન ટ્રેસ કરવાની કોશીશ કરી રહ્યા છો તો એ ટ્રેસ કરી શકાશે નહીં.

જોકે, જો તમે કોઈ સ્માર્ટ ટૂલનો ઉપયોગ કરીને IP Address મારફત કોઈનું પણ લોકેશન ટ્રેસ કરવા માંગતા હો તો લોકેશન ટ્રેસ કરી શકાય છે. ઈન્ટરનેટ પર એવી અનેક વેબસાઈટ અને સોફ્ટવેર મોજુદ છે જેની મદદથી કોઈ પણ વ્યક્તિના IP Address દ્વારા તેનું લોકેશન એરિયાની જાણકારી મેળવી શકાય છે. તેમ છતાં પણ એ વ્યક્તિનું એક્ઝેટ લોકેશન હાંસલ કરવામાં મુશ્કેલીઓ તો રહેલી જ હોય છે પણ એક વાત પાકી છે કે તે ક્યા વિસ્તારમાં છે તે જાણી તો શકાશે જ એવું એક્સપર્ટ કહી રહ્યા છે.

તમે ટીવી કે ફિલ્મોમાં જોયું હશે કે પોલીસ કોઈ પણ વ્યક્તિના IP Address દ્વારા તેના ઠેકાણા સુધી પહોંચી જાય છે. પોલીસ ઈન્ટરનેટ પ્રોવાઈડરની મદદ લે છે, જે IP Addressને ટ્રેસ કરવામાં મદદરૂપ થાય છે. આના કારણે પોલીસ કોઈ પણ વ્યક્તિનું ચોક્કસ ઠેકાણું શોધી કાઢતી હોય છે અને તેના સુધી પહોંચી જાય છે.