બારડોલીની બાજુમાં આવેલું 2000 થી વધારે NRI ધરાવતું ભારતનું નંબર 1 સ્માર્ટ વિલેજ, તસવીરો જોશો તો વિદેશને પણ ભુલી જશો



હાલમાં દેશમાં બધે સ્માર્ટ વિલેજ, સ્માર્ટ સીટીની વાતો થઇ રહી છે. ત્યારે એક બાજુ સુરત નજીક આવેલા એક ગામમાં ગામ વાસીઓએ પોતાના ગામને વિકસાવવા કોઈ પાછી પાણી નથી કરી, અને દેશના સમૃદ્ધ ગામો માનું એક ગામ બની ગયું છે. આપણે એ ગામમાં આવેલી સુવિધાઓ અને વિકાસની માહિતી મેળવીશું.

ભારત માંથી વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ ભલે કડકડાટ અંગ્રેજી બોલતા હોય, પણ તેઓના દિલમાં હંમેશા પોતાના વતન માટે અનેરો પ્રેમ હોય છે. સુરતના પલસાણા તાલુકાના ‘એના’ ગામના લોકો પણ કંઈક એવા જ છે. આશરે 4700 લોકોની વસ્તી ધરાવતા ‘એના’ ગામમાં 2000 થી વધારે લોકો વિદેશમાં વસવાટ કરે છે. જો કે વિદેશ જઈને સુખી થયેલા આ એનઆરઆઈ ગામને આદર્શ બનાવવા દરેક પ્રકારે મદદ કરે છે. જેના કારણે આજે નાના એવા ‘એના’ ગામમાં તમામ પ્રકારની સારી સુવિધાઓનો વિકાસ થયો છે.

૬૪૦ હેક્ટર વિસ્તારમાં વસેલા એના ગામના એનઆરઆઈ લોકો ગામના વિકાસ માટે પરદેશમાં પણ ભંડોળ ભેગા કરે છે. મુખ્યત્વે પટેલ, હળપતિ, આહીર, માયાવંશી સમાજની વસ્તી ધરાવતા આ ગામની નવરાત્રિનું પણ ખાસ આકર્ષણ હોય છે. આજુ-બાજુના લોકો અહીં એનઆરઆઈ દ્વારા આયોજન થતી નવરાત્રિને માણવા ખાસ હાજરી આપે છે. એટલું જ નહીં એના ગામના વિશાળ પાકા રસ્તા અને બંગલા કોઈને પણ શહેરની યાદ ભુલાવી દે. અમેરિકા, કેનેડા, યુકે જેવા દેશોમાં સ્થાયી થયેલા અહીંના એનઆરઆઈ હંમેશા ગામના વિકાસ માટે મદદ કરે છે.

આ ગામની બીજી એક ખાસ વાત એ છે કે, વર્ષોથી વિદેશમાં સ્થાયી ગામના એનઆરઆઈએ ગુજરાતી સંસ્કૃતિ અને સંસ્કારને જાળવી રાખ્યા છે. ગામના દરેક ઘરમાંથી વ્યક્તિ વિદેશ હોવાથી અહીંની શાળામાં પણ અંગ્રેજી શિક્ષણ પર ભાર મુકવામાં આવે છે. જો કે વિદેશમાં કડકડાટ અંગ્રેજી બોલતા બાળકો ગામમાં આવીને તદ્દન દેશી અંદાજમાં જોવા મળે છે.

આ સ્માર્ટ ગામમાં અલગ અલગ એરિયામાં બનાવવામાં આવ્યા છે ગેટ.

આ ગામના લોકો એક સાથે મળીને ગામના વિકાસનું આયોજન કરે છે.

આ ગામમાં દરરોજ બેથી ત્રણ વાર રસ્તાની સફાઈ કરવામાં આવે છે.

ગામના લોકો દરેક તહેવારની ઉજવણી સાથે કરે છે.

ગામના એનઆરઆઈ લોકોએ ગામમાં મંદિરો બંધાવ્યા છે.

એના ગામની નવરાત્રિ માણવા આવે છે આજુબાજુના ગામના લોકો.