નેપાળમાં પૂર-ભુસ્ખલન, 47 ના મોત, 20 ઘાયલ

નેપાળમાં મૂશળધાર વરસાદને કારણે અનેક સ્થળોએ પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ જોવા મળી છે. વરસાદને કારણૈ અત્યાર સુધીમાં 47 લોકોના મોત થઇ ગયા છે. તો 20 લોકોને ઇજા પહોંચી છે. જ્યારે 50 લોકોને બચાવી લેવાયા છે. નેપાળમાં 200થી વધુ સ્થળો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. 

નોંધનીય છે કે, બચાવદળ અને રાહત કામગીરીની ટીમ પુરજોશથી કામ કરી રહી છે. રાજધાની કાઠમંડુ બેટમાં ફેરવાઇ છે. નેપાળની પરિસ્થિતિને લઇને પ્રધાનમંત્રી ખડગ પ્રસાદ શર્મા ઓલીએ મૃતકના પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે.

ઇન્ડો-નેપાળ સરહદી વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત

બિહારના અનેક જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. મોતિહારી, સીતામઢી અને અન્ય 10 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છએ.. ભારે વરસાદની આગાહીને પગલે સ્કૂલ કોલેજ બંધના આદેશ પણ આપવામાં આવ્યા છે. 

બિહારમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે ગંડક નદીનું જળસ્તર પણ વધ્યું છે. તંત્રએ બિહારમાં હાઈએલર્ટ પણ જાહેર કર્યુ છે.આ સાથે જ 144ની કલમ પણ લાગૂ કરવામાં આવી છે. નેપાળમાં ભારે વરસાદની અસર બિહારના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે નેપાળમાં પૂર આવતા તેની અસર બિહાર પર પણ જોવા મળી હતી.