વાપીની પૂજા ઝવેરી મલ્હાર ઠાકર સાથે કરી રહી છે ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી, જાણો પૂજા વિષે વધુ

વલસાડ જિલ્લામાં જન્મેલી પૂજા ઝવેરીનું નામ ફિલ્મી દુનિયા માટે નવું નથી. આ ગુજ્જુ ગર્લે સાઉથની ફિલ્મોમાં ડંકો વગાડ્યો અને હવે તે ગુજરાતી ફિલ્મોમાં આવી રહી છે. પૂજા એક એવી અભિનેત્રી છે કે જેણે તેલુગુ, તમિલ, કન્નડ અને હવે ગુજરાતી ફિલ્મો કરી હોય. પૂજા ઝવેરી ફાઈટ માસ્ટર અને ઢોલીવૂડના મશહૂર અભિનેતા ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત ઈરાની સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે.
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ફિલ્મ સારાભાઈ અને મિ.કલાકારમાં પૂજા ઝવેરી જેવા મળવાની છે ત્યારે પૂજાની ફિલ્મી દુનિયાની સફર એક નજર કરીએ.

પૂજાની પ્રથમ ફિલ્મ તેલુગુ હતી અને તેનું ટાઈટલ હતું બમ ભોલેનાથ.આ ફિલ્મને નવદીપ અને નવીન ચંદ્રે એક્ટિંગ કરી હતી જે ફેબ્રુઆરી 2015માં રિલીઝ થઈ હતી. ‘બમ ભોલેનાથ’માં ઓફર મળતાં તેણે મુખ્ય અભિનેત્રીનો રોલ ભજવ્યો હતો. 2015માં જ પોતાની કરિયર શરુ કરનારી પૂજા કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પૂજા દરેક પ્રકારના અટાયરમાં શોભી ઉઠે છે. પણ આ શોર્ટ્સમાં એનો કઈ અલગ જ અંદાજ છે.

પૂજા આગળ ભણવા માટે મુંબઈ શિફ્ટ થઈ હતી, પરંતુ નસીબ તેને સાઉથ તરફ લઈ ગયું. 2008માં પૂજાએ મુંબઈ ખાતે પણ ડાન્સ અને ગ્રાફિક્સની પરંપરા ચાલુ રાખતાં ઘણા ખરા ફિલ્મ અદાકારો સાથે મુલાકાત થતી રહી હતી. પૂજાએ અત્યાર સુધી 9 તેલુગુ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીનો રોલ ભજવી ચૂકી છે, અને 6 થી 7 તેલુગુ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. વે પૂજા ગુજરાતી ફિલ્મ પણ કરી રહી છે, જેમાં તે મલ્હાર ઠાકર સાથે જોવા મળશે.

પૂજા ઝવેરીએ તમિલ અને તેલગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર અભિનેતાઓ સાથે લીડ રોલમાં મોટા ગજાની સફળ ફિલ્મો કરી એક આગવી ઓળખ ઉભી કરી છે. ખાસ કરીને બોલીવુડના ડાન્સ માસ્ટર રેમો ડિસોઝા અને વૈભવી મર્ચન્ટ સાથે પણ તેણે નૃત્યનો થનગનાટ ચાલુ રાખ્યો હતો.

ગયા વર્ષે નવરાત્રીમાં વલસાડ હોમ ટાઉનમાં મહેમાન બનેલી પૂજાએ ખેલૈયાઓ સાથે ગરબાના અવનવા સ્ટેપ્સ લેવાની સાથે જ સેલ્ફી પણ ચાહકો સાથે લીધી હતી.

પૂજાએ વલસાડની કોન્વેન્ટ હાઈસ્કૂલમાં ધો.10 સુધીનો અભ્યાસ પૂર્ણ મુંબઈની વાટ પકડી લીધી હતી. શરૂઆતથી જ તેને નૃત્ય અને ગીત-સંગીતમાં તો ભારે શોખ હતો. વલસાડમાં તેણે પ્રથમવાર ડાન્સના ક્લાસ પણ શરૂ કર્યા હતા.

એક ફિલ્મના શુટિંગ સમયે પૂજાની મુલાકાત ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન સાથે થઈ હતી. તેણે પૂજાની ઊંચાઈ અને સરસ દેખાવને લઈ તેને ફિલ્મમાં કામ કરવા જણાવ્યું હતું. વિદ્યા બાલને ફિલ્મ દુનિયાની ઘણી ટીપ્સ પૂજાને આપી હતી.

‘મિ.કલાકાર’ પૂજાની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે વલસાડની યુવા અભિનેત્રી પૂજા ઝવેરી હવે તેલુગુ ફિલ્મ બાદ ગુજરાતી ફિલ્મમાં પણ પદાર્પણ કરી રહી છે.