જાન્યુઆરીથી મોંઘવારીના દરમાં સતત વધારો, જૂનમાં છૂટક ફૂગાવો 3.18 ટકા પર પહોંચ્યો

ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાના કારણે છૂટક ફૂગાવો આગલા મહિનાની સરખામણીએ જૂન મહિનામાં વધીને 3.18 પર પહોંચી ગયો છે. સરકારી આંકડા પ્રમાણે ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત છૂટક ફૂગાવો મે મહિનામાં 3.05 ટકા હતો અને જૂન-2018માં 4.92 ટકા હતો. છૂટક ફૂગાવાનો દર જાન્યુઆરીથી સતત વધી રહ્યો છે.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના ગ્રાહક ભાવ સૂચકાંક ફૂગાવો જૂન-2019માં 2.17 ટકા હતો.જ્યારે આગલા મહિનામાં આ દર 1.83 ટકા હતો. ઈંડા, માંસ અને માછલી જેવા પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી જૂન મહિનામાં વધુ રહેવા પામી છે. જોકે, શાકભાજી અને ફળોમાં ભાવ વધારાની ગતિ ધીમી રહી હતી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની દ્વિમાસિક મોનેટરી પોલિસીની સમીક્ષા અંગે વિચાર કરતા સમયે છૂટક ફૂગાવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સમીક્ષાધીન મહિનામાં વીજ ક્ષેત્રનું ઉત્પાદન 7.4 ટકા વધ્યું છે. એક વર્ષ પહેલાં આ જ મહિનામાં વીજ ક્ષેત્રું ઉત્પાદન 4.2 ટકા હતું.

ખનીજ ક્ષેત્રમો વૃદ્વિ દર ઘટીને 3.2 ટકા થયું છે. મે-2018માં ખનીજ ક્ષેત્રનું ઉત્પાદન 5.8 ટકા વધ્યું હતું. જોકે, સમીક્ષાધીન મહિનામાં ઉત્પાદન ક્ષેત્રનો વૃદ્વિ દર ઘટીને 2.5 ટકા થયો છે. પાછલા વર્ષે મે મહિનામાં ઉત્પાદન ક્ષેત્રની ટકાવારી 3.6 ટકા જેટલી હતી.

ફૂગાવો એટલે શું?

ફુગાવો એટલે સમયાંતરે અર્થતંત્રમાં માલસામાન અને સેવાના સામાન્ય ભાવના સ્તરમાં એકંદર વધારો. જ્યારે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે, ત્યારે ચલણના દરેક એકમથી ઓછી માલસામાન અને સેવાની ખરીદી કરી શકાય છે. તેથી ફુગાવો નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડાનો પણ સૂચક છે. આમ હૂંડિયામણના આંતરિક માધ્યમ અને અર્થતંત્રના હિસાબના એક એકમના વાસ્તવિક મૂલ્યમાં ઘટાડો થાય છે. ભાવના ફુગાવાને માપવાનું મુખ્ય માધ્યમ ફુગાવાનો દર છે, જે સામાન્ય ભાવાંક (સામાન્ય રીતે ગ્રાહક ભાવાંક)માં વાર્ષિક ધોરણે ટકાવારીમાં થયેલા ફેરફારની ગણતરી કરે છે