વાઈબ્રન્ટ 2019 માં સરકારે કરી નાખ્યો કરોડોનો ધુમાડો, વિધાનસભામાં થઈ રજુઆત

ગાંધીનગર વિધાનસભામાં ચોમાસુ સત્રના છેલ્લા દિવસે મહેમદાબાદના ધારાસભ્ય અર્જૂનસિંહે વાઇબ્રન્ટ 2019માં કરાયેલા ખર્ચ અંગે વેધક સવાલ કર્યો હતો.જેના જવાબમાં સરકારે 77.90 કરોડ ખર્ચાયાની કબૂલાત કરી હતી.

વાઇબ્રન્ટ ખર્ચ અંગે જણાવાયુ કે વર્ષ 2017 ના વાયબ્રન્ટ ગુજરાતમાં વોટર રીસોર્સ સેક્ટરમાં કોઇ પણ પ્રકારનુ રોકાણ થયુ નથી. 2017 મા ટેક્સટાઇલ અને એપરલ સેક્ટરમાં 159 ઇન્વેસ્ટમેન્ટ ઈન્ટેશન મંજૂર થયા હતા. જેમાં 31 માર્ચ 2019 સુધીમાં 107 પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે. માત્ર 24 પ્રોજેક્ટનુ જ અમલીકરણ થયુ હોવાનુ સરકારે જાહેર કર્યું છે.