ગોવામાં 15 માંથી 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા

ગોવામાં બુધવારે કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઇ ગયા છે. તમામ ધારાસભ્ય ગુરુવારે પ્રમોદ સાવંતની સાથે દિલ્હી પહોંચ્યા છે. તે અહીંયા પાર્ટી અધ્યક્ષ અમતિ શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે. ગૃહમાં ભાજપના સભ્યોની સંખ્યા હવે 27 થઇ ગઇ છે.

ભાજપમાં સામેલ થનારા ધારાસભ્યોમાં વિધાનસભામાં વિપક્ષના નેતા ચન્દ્રાકાંત કાવલેકર પણ સામેલ છે. ધારાસભ્યોના ભાજપમાં સામેલ અંગે વાત કરતા સાંવતે જણાવ્યું હતું કે, આ પગલું પાર્ટીને મજબૂત કરવા અને જાહેર હિતમાં લેવામાં આવ્યું છે. ગયા ત્રણ માસથી હું અનુભવી રહ્યો છે કે રાજ્યના લોકોના હિત પ્રભાવિત થઇ રહ્યા છે. હવે લોકોને કોઇ મુશ્કેલી થશે નહીં. મારી સરકાર ખેડૂતો અને સામાન્ય પ્રજાની સાથે છે.

તેમણે જણાવ્યું હતું કે, ગઠબંધન સહયોગી ગોવા ફોરવર્ડ પાર્ટી અને ત્રણ અપક્ષ ધારાસભ્યો અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસ ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરવાનો નિર્ણય પાર્ટી હાઇ કમિશનની સંમતિથી લેવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય રાજ્યમાં વિકાસ જોઇને ભાજપમાં સામેલ થયા છે. તેમણે ભાજપની સામે કોઇ શરત રાખી નથી. ત્યાંજ ગોવાના નાયબ સ્પીકર માઇકલ લોબોએ જણાવ્યું હતું કે, બે તૃતીયાંશ કોંગ્રેસ ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા છે.