અમિત જેઠવા હત્યાકેસમાં તમામ આરોપીઓને આજીવન કારાવાસ

આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા મામલે અમદાવાદની સીબીઆઈ કોર્ટે તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારી. આ કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, શાર્પશૂટર, શૈલેષ પંડ્યા, પોલીસ કોન્સ્ટેબેલ બહાદુરસિંહ વાઢેર, ઉદાજી ઠાકોર શિવા પચાણ, શિવા સોલંકી અને સંજય ચૌહાણને દોષીને આજીવન કેદની સજા કરવામાં આવી છે.

આ ઉપરાત દિનુ બોઘા અને શિવા સોલંકીને ૧૫ લાખનો દંડ ફટકાવામાં આવ્યો છે. શૈલેષ પંડ્યાને 10 લાખ, ઉદાજી ઠાકોરને 25 હજાર, શિવા પચાણને 8 લાખ, બહાદુરસિંહ 10 લાખ, સંજય ચૌહાણને એક લાખનો દંડ ફટકાવામાં આવ્યો છે. દંડની રકમ અમિત જેઠવાની પત્ની અને તેના બાળકોને આપવામાં આવશે.

કોર્ટે અમિત જેઠવાની પત્નીને 5 લાખ અને બને બાળકોને ત્રણ-ત્રણ લાખ આપવા આદેશ કર્યો. અમિત જેઠવાના પિતાએ આ મામલે જણાવ્યુ હતુ કે, આજે અમને ન્યાય મળ્યો છે. હવે આ લોકોનો પરિવાર રીબાવવો જોઈએ. અમે 10 વર્ષ સુધી રિબાયા છીએ. અમને અનેકવાર ધમકી આપવામાં આવતી હતી. તેમ છતા અમે લડ્યા અને આજે કોર્ટે મહત્વનો ચુકાવો આપ્યો છે. પીડિત પરિવારે તમામ આરોપીઓને ફાંસીની માગ કરી હતી.

આ ઉપરાત દિનુ બોઘા અને શિવા સોલંકીને ૧૫ લાખનો દંડ ફટકાવામાં આવ્યો છે. દંડની રકમ અમિત જેઠવાની પત્ની અને તેના બાળકોને આપવામાં આવશે. અમિત જેઠવાના પિતાએ આ મામલે જણાવ્યુ હતુ કે, આજે અમને ન્યાય મળ્યો છે. પીડિત પરિવારે તમામ આરોપીઓને ફાંસીની માગ કરી હતી.