કર્ણાટક સરકાર ખતરામાં: કોંગ્રેસ- JDSના 11 ધારાસભ્યોના રાજીનામા

કર્ણાટકમાં સત્તારુઢ કોંગ્રેસ-જનતા દળ(સેક્યુલર)ની ગઠબંધન સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના આઠ અને જેડીએસના ત્રણ ધારાસભ્યોએ શનિવારે પોતાના રાજીનામા સીધા સ્પીકરને સોંપી દીધા છે. કોંગ્રેસના હોદ્દેદારે કહ્યું કે વિધાનસભાના સ્પીકર કે,આર.રમેશ કુમાર ઓફીસમાં હાજર ન હતા. જેથી કરીને ધારાસભ્યોએ રાજીનામા સ્પીકરના આસિસ્ટન્ટને સોંપી દીધા હતા.

રાજીનામા આપનારા આઠ કોંગ્રેસના ધારાસભ્યોમાં રામલિંગા રેડ્ડી, બીસી પાટીલ, પ્રતાપ ગૌડા પાટીલ, શિવરામ હેબ્બર, મહેશ કુમાથહાલી, એસટી સોમશેખર, બિરાતી બસ્વરાજ અને સૌમ્યા રેડ્ડીનો સમાવેશ થાય છે. જ્યારે જનતા દળ એસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોમાં એચ.વિશ્વનાથ, નારાયણ ગૌડા અને ગોપાલૈયાહનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિંહે પહેલ જૂલાઈ રાજીનામું આપી દીધું હતું. બીટીએમ વિધાનસભાથી સાત વાર જીતેલા ધારાસભ્ય રેડ્ડી પૂર્વ કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા. જે પાર્ટી સાથે જોડાયેલો હતો તેમાં સિનિયર નેતાઓને સન્માન આપવામાં આવી રહ્યું નથી જેથી કરીને રાજીનામું આપ્યું હોવાનું રેડ્ડીએ જણાવ્યું હતું.કર્ણાટકમાં 225 ધારાસભ્યોની વિધાનસભા છે. કોંગ્રેસના 79 ધારાસભ્ય છે. જ્યારે જનતા દળ-એસના 37 ધારાસભ્યો છે. ભાજપના 107 ધારાસભ્યો ચે. સત્તાધારી પાર્ટીને અન્ય ત્રણ ધારાસભ્યોનું સમર્થન મળેલું છે. કુલ 118 ધારાસભ્યોનું સમર્થન છે. બહુમતિ માટે 113 ધારાસભ્યો જરૂરી છે.