રૂપિયા 1 , 2 , 5 , 10 અને 20ના સિક્કા આવશે બજારમાં, બજેટમાં કરાઈ જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે 1,2,5,10 અને 20ના નવા સિક્કા બજારમાં આવશે. આ સિક્કાને પ્રજ્ઞાચક્ષુઓ પણ આસાનીથી ઓળખી શકશે એવા હશે. આ સિક્કા સાત માર્ત-2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યા હતા. સિક્કાઓ ટૂંક સમયમાં માર્કેટમાં મળતા થઈ જશે.

નાણા મંત્રીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2019-20 રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વૃદ્વિને લઈ લોકોએ સરકાર પર વિશ્વાસ મૂક્યો છે. ભારતીય અર્થ વ્યવસ્થા ત્રણ હજાર અબજ ડોલર સુધી પહોંચી જશે. પાંચ વર્ષ પહેલાં અર્થવ્યવસ્થાનું કદ 1,850 અબજ ડોલર હતું. હવે આ કદ 2,700 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. આવનાર કેટલાક વર્ષોમાં અર્થ વ્યવસ્થાનું કદ પાંચ હજા ડોલર સુધી પહોંચી જવાનું છે. દરેક ઘરમાં વીજળી આપવાનું લક્ષ્ય છે.