કઠુઆ ગેંગરેપ-હત્યા કેસ: સાતમાંથી 6 આરોપીઓ દોષિત, સજાનું એલાન બપોરે

જમ્મૂ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષીય બાળા આસીફા ગેંગરેપ-હત્યા કેસમાં અદાલતે ચૂકાદો આપ્યો છે. આ કેસે સમગ્ર દેશમાં ચકચાર જગાવી હતી. ચૂકાદાને પગલે કઠુઆ અને પઠાનકોટમાં ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 17 મહિના બાદ અદાલત ઝડપી ચૂકાદો આપીને દોષિત જાહેર કર્યા છે અને એકને છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

સમગ્ર કેસની ટ્રાયલ ઈન કેમેરા કરવામાં આવી હતી અને ત્રીજી જૂને સુનાવણી પૂર્ણ કરાઈ હતી. જમ્મૂ-કાશ્મીરની સ્પેશિયલ કોર્ટે 6 આરોપીઓને દોષી જાહેર કર્યા છે.

દોષી જાહેર થયેલા આરોપી

સાંઝીરામ-માસ્ટર માઈન્ડ, કલમ-120-બી, 302 અને 376 હેઠળ દોષી

દિપક ખજુરીયા-કલ 120-બી,302,34,376-ડી,363,201 અને 343 હેઠળ દોષી

સુરિન્દર શર્મા- કલમ 201 હેઠળ દોષી

પ્રવેશ દોષી-120-બી,302 અને 376 હેઠળ દોષી

તિલકરાજ-કલમ 201 હેઠળ દોષી

આનંદ દત્તા વર્મા કલમ 201 હેઠળ દોષી

આ કેસની સુનાવણી જસ્ટીસ તેજવિન્દરસિંગની કોર્ટમાં કરવામાં આવી હતી. આ કેસમાં સાંઝીરામના પુત્ર વિશાલને દોષ મૂક્ત જાહેર કરવામાં આવ્યો હતો. બપોર પછી સજાનું એલાન કરવામાં આવે તેવી શક્યતા છે. સાંઝીરામ મંદિરનો સંચાલક છે અને તિલકરાજ પોલીસ કોન્સ્ટેબલ હતો. તિલકરાજ અને સબ ઈન્સપેક્ટર આનંદ દત્તા વર્માએ પુરાવા નષ્ટ કરવા માટે ચાર લાખ રૂપિયા લીધા હોવાનું પુરવાર થયું છે.