ઈદની ખુશી બની માતમ: દુબઈના રોડ એક્સિડન્ટમાં 12 ભારતીય સહિત 17ના મોત

ઓમાનથી રજા મનાવીને પાછા ફરી રહેલાં યાત્રીઓથી ભરેલી બસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ રોડ ઉપર દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયા છે, જેમાં 12 ભારતીય નાગરિકો પણ હતા.

જ્યારે પાંચ લોકો ગંભીર રીતથી ઘાયલ થયા છે. દુબઈ પોલીસે ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યુ હતુકે, 31 લોકોને લઈને જતી બસ તે સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. જ્યારે મેટ્રો સ્ટેશનની પાસે ગાઈડિંગ બોર્ડ સાથે અથડાઈ ગઈ હતી.

ઘાયલોને રાશિદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. દુર્ઘટનામાં માર્યા ગયેલાં 17 લોકો અલગ-અલગ દેશોનાં છે. દુબઈ સ્થિત ભારતીય વેપાર દુતાવાસે કહ્યુ છેકે, અમને જણાવતા દુખ થાય છેકે, સ્થાનિક અધિકારીઓનાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 12 ભારતીયો બસ દુર્ઘટનામાં માર્યા ગયા છે.