મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદી હુમલો, 16 જવાન શહીદ

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સવાદીઓએ પોલીસ વાનને નિશાન બનાવી IED વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટમાં સુરક્ષા દળના 16 જેટલા જવાન શહીદ થયા છે. IED બ્લાસ્ટની ઘટનાને અંજામ આપી નકસલવાદીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે.

મોડી રાત્રે નકસલવાદીઓએ 50 જેટલા વાહનોમાં આગ લગાવી હતી. જે બાદ નકસલવાદીઓએ ફરીવાર IED બ્લાસ્ટ કરી મોટી ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં તાત્કાલિક કાર્યવાહીના આદેશો છૂટ્યા છે. ઘટના સમયે 60 કમાન્ડોનું એક યુનિટ ઘટનાસ્થળેથી પસાર થઈ રહ્યું હતું. મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણ મતદાનને પગલે નક્સલવાદીઓ ગુસ્સામાં આવ્યા છે. સરકારે હાલમાં 10 જવાનો શહીદ થયા હોવાની બાબતને સત્તાવાર રીતે જાહેર કરી છે. આ ઘટનામાં 10 જવાનો ભારે ઇજાગ્રસ્ત થયા છે.

ગઢચિરોલીમાં પોલીસના વાહનમાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં 16 સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા હતા. મળતા સમાચાર પ્રમાણે આ બ્લાસ્ટ નક્સલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોમાં ભયનાં માહોલ છે. 2 વર્ષનો મહારાષ્ટ્રનો સૌથી મોટો હુમલો ગણવામાં આવી રહ્યો છે અને અત્યારે નક્સલી અને પોલીસ કર્મી વચ્ચે ફાયરિંગ ચાલી રહ્યું છે.ઘટના બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે.