ગુજરાત ડે : આ રેલવે સ્ટેશન અડધું ગુજરાતમાં અને અડધું છે મહારાષ્ટ્રમાં

એવું કહેવાય છે ને કેટલીક વસ્તુઓને અલગ કરો તો પણ અલગ થતી નથી. આવી જ ઘટના ગુજરાત સ્થાપના દિવસે એક રેલવે સ્ટેશન સાથે સંબંઘિત છે.

ગુજરાતને મુંબઈ સ્ટેટમાંથી 1960ની પહેલી મેનાં દિવસે અલગ કરવામાં આવ્યું. જ્યારે બોમ્બે સ્ટેટને મહારાષ્ટ્ર નામ આપવામાં આવ્યું. બન્ને રાજ્યોમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. પણ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય અલગ થયા બાદ કેટલીક અનોખી અને અલૌકિક કહી શકાય તેવી ઘટના પણ બની હતી અને આજે પણ આવી ઘટનાઓ જીવંતતાના પુરાવારૂપ છે. ગુજરાત ડે પર આ ઘટના વિચારવાલાયક બની રહે તેમ છે.

આવો જ એક જીવંતતાનો પુરાવો આપતું નવાપુરનું રેલવે સ્ટેશન છે. નવાપુરનું અડધું રેલવે સ્ટેશન ગુજરાતમાં આવે છે અને અડધું રેલવે સ્ટેશન મહારાષ્ટ્રમાં જાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અડધું-અડધું રેલવે સ્ટેશન વિભાજીત થતાં પીળા કલરની લાઈન દોરી નિશાની કરવામાં આવી છે.

મજાની વાત એ છે કે ટીકીક કાઢવા માટે મુસાફરો ગુજરાતની બોર્ડરમાં ઉભા રહે છે અને જ્યારે ટ્રેનમાં ચઢવા માટે મુસાફરોએ મહારાષ્ટ્રની સાઈડમાં જવું પડે છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની આ રેલવે બોર્ડર પર યુવાનો સેલ્ફી લેવા માટે ખાસ આવતા હોય છે.

નવાપુર રેલવે સ્ટેશન સુરતથી 120 કિ.મીનાં અંતરે આવેલા નવાપુર રેલવે સ્ટેશન પર ટ્રેન માટેનું અનાઉસમેન્ટ ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી એમ ચાર ભાષામાં કરવામાં આવે છે. નવાપુરમાં ગુજરાતીઓની વસ્તી પણ ખાસ્સી એવી છે અને આ ગામમાં ગુજરાતી સહિત મરાઠા અને અન્ય ભાષામાં પણ બોર્ડ જોવા મળે છે. નવાપુરના મેઈન બજારમાં ઉર્દુમાં પણ બોર્ડ દેખાય છે.